ETV Bharat / state

Women's day 2023: મહિલાઓ દ્વારા સંચાલિત સબ પોસ્ટ ઓફિસ પ્રગતિના પંથે

આધુનિક યુગ ની મહિલાઓ રોજિંદા કામોને પણ ન્યાય આપી દરેક ક્ષેત્રમાં કાઠું કાઢ્યું છે આજની મહિલાઓ પોતાના સપના સાકાર કરવામાં વિશ્વાસ રાખે છે તેથી પુરુષના કદમ થી કદમ તો મિલાવતી હતી પરંતુ હવે સ્ત્રીઓ પુરુષથી એક કદમ આગળ વધી ગઈ છે તે સાર્થક કરતો જીવતો જાગતો દાખલો નવસારીના જુનાથાણા વિસ્તારમાં આવેલી મહિલા સબ પોસ્ટ ઓફિસમાં માં જોવા મળે છે અહીં મહિલા કર્મચારી સ્ટાફ ની કુશળ કાર્યશેણી દ્વારા આ મહિલા પોસ્ટ ઓફિસ ઉત્તરો ઉત્તર સફળતાના શિખરો આંબી રહી છે

Women's day 2023: મહિલાઓ દ્વારા સંચાલિત સબ પોસ્ટ ઓફિસ પ્રગતિના પંથે
Women's day 2023: મહિલાઓ દ્વારા સંચાલિત સબ પોસ્ટ ઓફિસ પ્રગતિના પંથે
author img

By

Published : Mar 8, 2023, 1:42 PM IST

મહિલાઓ દ્વારા સંચાલિત સબ પોસ્ટ ઓફિસ

નવસારી: આધુનિક યુગની મહિલાઓ રોજિંદા કામોને પણ ન્યાય આપી દરેક ક્ષેત્રમાં કાઠું કાઢ્યું છે. આજની મહિલાઓ પોતાના સપના સાકાર કરવામાં વિશ્વાસ રાખે છે અને પુરુષના કદમ થી કદમ તો મિલાવતી હતી, પરંતુ હવે સ્ત્રીઓ પુરુષથી એક કદમ આગળ વધી ગઈ છે. તે સાર્થક કરતો જીવતો જાગતો દાખલો નવસારીના જુનાથાણા વિસ્તારમાં આવેલી મહિલા સબ પોસ્ટ ઓફિસમાં માં જોવા મળે છે. અહીં મહિલા કર્મચારી સ્ટાફ ની કુશળ કાર્યશેણી દ્વારા આ મહિલા પોસ્ટ ઓફિસ ઉત્તરો ઉત્તર સફળતાના શિખરો આંબી રહી છે.

આ પણ વાંચો: Holi 2023 : કેસુડા વગરની હોળી ધૂળેટી શી કામની ? પાનખરમાં વનની શોભા વધારનાર કેસૂડાંના ફૂલ વસંત અને રંગોત્સવનો વૈભવ

મહિલા ગ્રાહકોની સંખ્યા વધુ: કહેવાય છે કે, જ્યાં નારીઓની પૂજા થાય છે ત્યાં દેવો પણ વાસ કરે છે. ભારતીય સંસ્કૃતિમાં આ કહેવામાં આવ્યું છે વિશ્વમાં ઉજવાતો આઠ માર્ચ એટલે મહિલા દિવસ આજે આધિનીક યુગમાં મહિલાઓ પોતાની પારિવારિક જવાબદારીઓને ન્યાય આપી વ્યવસાયિક ક્ષેત્રમાં પણ પોતાનો પગ રાખી પુરુષ કરતાં એક કદમ આગળ વધી છે. નવસારીના જુનાથાણા વિસ્તારમાં આવેલી અને છેલ્લા 30 વર્ષથી કાર્યરત સબ પોસ્ટ ઓફિસ બ્રાન્ચનું છેલ્લા ત્રણ વર્ષથી મહિલાઓ દ્વારા સંચાલન કરવામાં આવે છે, જેમાં સ્ટાફની સંખ્યાની વાત કરીએ તો બે ક્લાર્ક સબ પોસ્ટ માસ્ટર અને એક પેકર સહિત અહીંયા મહિલા એજન્ટો સારાં પ્રમાણમાં કાર્યરત છે તો બીજી તરફ આ મહિલા પોસ્ટ ઓફિસમાં અહીં 24,860 ખાતેદારોની સંખ્યા છે, જેમાં મહિલા ગ્રાહકોની સંખ્યા વધુ છે.

કામગીરીને બિરદાવવામાં આવી: આ રીતે પોસ્ટ ઓફિસમાં મહિલા કર્મચારીઓ મહિલા ગ્રાહકો અને મહિલા એજન્ટો નો સારો તાલમેલ અહીં જોવા મળે છે, તો બીજી તરફ અહીં સરકારી કચેરીઓ નજીકમાં હોવાથી રોજના 250 થી વધુ આર્ટીકલ નું વેચાણ અહીં થાય છે, તેથી અહીં ગ્રાહકોની સંખ્યામાં પણ વધારો સમયાંતરે થઈ રહ્યો છે તેથી આ પોસ્ટ ઓફિસ મહિલાઓ કર્મચારીઓના કુશળ કાર્ય શ્રેણીથી આ સબ પોસ્ટ ઓફિસ પોતાની પ્રગતિમાં ખૂબ આગળ વધી રહી છે. તેથી વિશ્વ મહિલા દિન નિમિત્તે ડાક અધિક્ષક દ્વારા આ સબ પોસ્ટ ઓફિસની મહિલા કર્મચારીઓને એમની કુશળ કામગીરીને બિરદાવી પ્રમાણ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Kharif Onion in Gujarat: નાફેડ ગુજરાતમાં ખરીફ ડુંગળીની ખરીદી કરશે શરૂ

મહિલાઓ દ્વારા કાર્યરત: પોસ્ટ વિભાગમાં દ્વારા દરેક જિલ્લાઓમાં મહિલા સંચાલિત સબ પોસ્ટ કાર્યરત કરવામાં આવે છે નવસારી પોસ્ટ વિભાગ દ્વારા પણ સર્વે કરવામાં આવ્યું હતું કે, જ્યાં મહિલા ગ્રાહકો વધુ હોય એવી સબ પોસ્ટ ઓફિસ શોધવામાં આવી હતી અને એક જુલાઈ 2020 માં જુનાથાણા વિસ્તારમાં આવેલી સબ પોસ્ટ ઓફિસને મહિલાઓ દ્વારા કાર્યરત કરવામાં આવી હતી.

15 એજન્ટની સંખ્યા મહિલાઓની: નવસારી જિલ્લામાં આવેલી 38 સબ પોસ્ટ ઓફિસોમાં આ મહિલા સબ પોસ્ટ ઓફિસ અહીંના મહિલા સ્ટાફના કુશળ કાર્ય શ્રેણીને અને કર્મચારી ગ્રાહકો અને એજન્ટોના સારા તાલમેલ થકી સૌથી આગળની હરોળમાં રહી છે. અહીં ગ્રાહકોને સારા વ્યાજ દર મળવાને કારણે આ સબ પોસ્ટ ઓફિસમાં ગ્રાહકોએ ખાતા પણ વધુ ખોલાવ્યા છે, જ્યારે ટપાલ વિભાગની કામગીરી 30% રહી છે 450 વિધવા સહાયના એકાઉન્ટ અહીં ખુલ્યા છે જ્યારે 24 એજન્ટોમાંથી લગભગ 15 એજન્ટની સંખ્યા મહિલાઓની છે. જેથી એજન્ટો અને મહિલા કર્મચારીઓના સારા તાલમેલથી આ મહિલા સબ પોસ્ટ ઓફિસ પ્રગતિના શિખરો સર કરી રહી છે

'એજન્ટ ખુશ્બુ પટેલના કહેવા અનુસાર આ પોસ્ટ ઓફિસમાં કર્મચારીઓ પણ મહિલા સ્ટાફ હોવાથી અને ગ્રાહકોની સંખ્યા પણ મહિલાઓની વધુ હોવાથી અહીં અમને કામ કરવાની સરળતા પડે છે, અહીં અમે પોતાની પારિવારિક જવાબદારી નિભાવીને ઓફિસ વર્ક પણ સારી રીતે કરીએ છીએ.'

'મહિલા કર્મચારી મોહિની પટેલના જણાવ્યા અનુસાર આ સબ પોસ્ટ ઓફિસનું સંચાલન અમે ચાર મહિલાઓ કરીએ છીએ અહીં અમે સૌ મહિલાઓ ખંડ થી કામ કરીને પૂરા વાર કર્યું છે કે, મહિલાઓ પુરુષ સમોવડી તો છે જ પરંતુ હવે મહિલાઓ પુરુષથી એકદમ આગળ નીકળી ગઈ છે, જે આ ઓફિસની પ્રગતિ બતાવે છે.'

'ડાક અધિક્ષક જયેશ વસીના જણાવ્યા અનુસાર આ સબ પોસ્ટ ઓફિસનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. જ્યારથી આ બ્રાન્ચને મહિલા સપોર્ટ ઓફિસ કરવામાં આવી છે ત્યારથી આ અમારા મહિલા એજન્ટ કર્મચારીઓનો તેમજ મહિલા ગ્રાહકોનો વધારો થયો છે. પોસ્ટ ઓફિસના કામકાજ અને ટ્રાન્જેક્શનમાં પણ વધારો થયો છે.'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.