ETV Bharat / state

નવસારીમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 78.16 ટકા પરિણામ, 6 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ - નવસારીનું સામાન્ય પ્રવાહનું પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારે ઓનલાઈન જાહેર થયેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં નવસારી જિલ્લાનું પરિણામ 78.16 ટકા રહ્યું છે. જેમાં 6 વિદ્યાર્થીઓ A1 ગ્રેડથી ઉત્તીર્ણ થયા છે, જ્યારે 146 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે.

નવસારીમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 78.16 ટકા પરિણામ

author img

By

Published : Jun 16, 2020, 4:31 AM IST

નવસારી: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2020 માં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ સોમવારે બોર્ડની વેબ સાઇટ ઉપર જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લામાં ધોરણ 12 કોમર્સ, આર્ટ્સ સહિતના વિષયોમાં કુલ 7,971 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

નવસારીમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 78.16 ટકા પરિણામ, 6 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ

જેમાંથી 6,230 વિદ્યાર્થીઓ અલગ-અલગ ગ્રેડમાં પાસ થયા છે. જેમાંથી 6 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જેમાં નવસારીની સર જે.જે. અંગ્રેજી માધ્યમની શાળાની ધોરણ 12 કોમર્સની વિદ્યાર્થીની શ્રુતિ મહેતા 93.57 ટકા અને 99.98 પર્સન્ટાઇલ સાથે સમગ્ર જિલ્લામાં પ્રધામ રહી છે. લક્ષયને કેન્દ્રમાં રાખીને અભ્યાસ કરનારી શ્રુતિએ ચાર્ટડ એકાઉન્ટન્ટ બનવું છે અને તેની તૈયારીઓ તેણે આરંભી દીધી છે.

બોર્ડ પરીક્ષાઓમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતા જ ક્યાંક ખુશી, તો ક્યાંક નિરાશા જેવી સ્થિતિ બની હતી. જેમાં પણ જિલ્લાનું પરિણામ ગત વર્ષની સરખામણીમાં અંદાજે 1 ટકો ઓછુ આવ્યું છે. જોકે A1 ગ્રેડ મેળવાનારાઓની સંખ્યામાં કોઈ ઘટાડો કે વધારો થયો નથી. જિલ્લાની 6 શાળાઓનું પરિણામ 100 ટકા રહ્યું છે, જ્યારે બે નોન-ગ્રાન્ટેડ શાળાનું પરિણામ 30 ટકાથી નીચું આવ્યું છે.

6 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ
6 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ

નવસારી જિલ્લા શિક્ષણ વિભાગ અને શિક્ષકોએ સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ પાછળ કરેલી મહેનતને કારણે બોર્ડ પરિણામમાં નવસારી જિલ્લો રાજ્યમાં અગ્ર હરોળમાં રહ્યો છે.

ધોરણ 12 કોમર્સની વિદ્યાર્થીની શ્રુતિ મહેતા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.