નવસારી : ભારત દેશના સનાતનીઓને જાગૃત કરવા તેમજ વર્ષોની મહેનત બાદ અયોધ્યામાં જે શ્રી રામ મંદિરનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે તેના સંઘર્ષો અને બલિદાનો વિશે આજની યુવા પેઢી જાણે તે ઉદ્દેશ સાથે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર રાષ્ટ્રમાં શૌર્ય યાત્રા કરવામાં આવી રહી છે. જેને સંલગ્ન કાર્યક્રમ નવસારી સ્થિત શાંતાદેવી રોડ વિસ્તારમાં આવેલા સોમનાથ મંદિર પાસે ધર્મ સભા યોજાઈ હતી. મોટી સંખ્યામાં હિન્દુ સંતો આગેવાનો તેમજ લોકો જોડાયા હતાં.
દેશભરમાં શૌર્ય યાત્રા : ભગવાન શ્રી રામના જન્મ સ્થાને વર્ષો પછીની લડતના ફળ સ્વરૂપે અયોધ્યા ખાતે ભવ્ય શ્રી રામ મંદિર તૈયાર થઈ રહ્યું છે. જેમાં ભગવાન શ્રીરામ આ મંદિરમાં 2024 માં ભવ્ય રીતે બિરાજશે જે દ્રશ્ય સમગ્ર દેશ જોવા જઈ રહ્યો છે. ત્યારે ભગવાન શ્રીરામના મંદિર બનાવવા માટે થયેલા સંઘર્ષ અને બલિદાનને આજની નવી પેઢી તેની નોંધ લઇ અને જાણે તથા ભારત દેશમાં વસતા સનાતનીઓને જાગૃત કરવાના હેતુસર વિશ્વ હિંદુ પરિષદ દ્વારા સમગ્ર દેશભરમાં શૌર્ય યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
નવસારીમાં સાધ્વી પ્રાચી : આ યાત્રા દેશના અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાં ફરી આજે નવસારીમાં પધારી હતી જેને સાધ્વી ડો. પ્રાચી દીદી અને નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવી હતી નવસારીમાં પણ બે દિવસ આ શૌર્ય યાત્રા જિલ્લાના મુખ્ય વિસ્તારમાં ફરી હતી. જેમાં શહેરના મુખ્ય માર્ગો પર ફરી શાંતાદેવી રોડ ખાતે આવેલા સોમનાથ મંદિરે પહોંચી હતી. જ્યાં મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં પધારેલા હિન્દુ સંતો આગેવાનો તેમજ સાધ્વી ડોક્ટર પ્રાચી દીદી અને ડાંગના સાધ્વી યશોદા દીદી લોકોને સંબોધન કર્યું હતું.
ડૉ સાધ્વી પ્રાચી દીદીની પ્રતિક્રિયા : સાધ્વી ડોક્ટર પ્રાચી દીદીએ જણાવ્યું હતું કે ખૂની પંજાએ દેશનું વિભાજન અને દેશને દુર્ગતિના રસ્તે ધકેલાયું હતું જ્યારે જેએનયુમાં અમુક લોકોના દિમાગમાં આતંકવાદી કીડો ઘૂસ્સો હોવાની વાત સાથે એક સંવિધાન જલ્દીથી લાગુ પડે તેવી આશા વ્યક્ત કરી હતી. જ્યારે બોલીવુડ વિશે કહ્યું કે બોલીવુડથી આપણી ભારતીય સંસ્કૃતિને નુકસાન થાય છે અને એ દૂષણ જલ્દીથી ખતમ થવું જોઈએ પ્રકારનું નિવેદન આપ્યું હતું
કોંગ્રેસને આડે હાથ લીધી : હિન્દુ ધર્મને અભડાવવા તેમજ ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મને તોડવા માટેના પ્રયાસો તેમજ લવ જેહાદ ફૂડ જેહાદ ફેલાવનારા જેહાદીઓની સામે દેશને કઈ રીતે સંરક્ષણ આપી શકાય તેમ જ ધર્મને બચાવવા માટે યોગ્ય સમય આવે સતર્ક રહેવા હાકલ કરાઈ હતી સમગ્ર સભા દરમિયાન ડોક્ટર પ્રાચી દીધી કોંગ્રેસનું નામ લીધા વગર કોંગ્રેસને આડે હાથ લીધી હતી જેમાં ખૂની પંજાને કારણે દેશનું વિભાજન અને દુર્ગતિ થઈ હોવાની આક્ષેપો સભા મંચ પરથી કર્યા હતાં. અને બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર સાથે પાંચમા તરીકે સન્યાસી એકત્રિત થઈ અને મુઠ્ઠી બને તો ભલભલા હારી જતા હોય છે. જ્યારે ઇન્ડિયા ગઠબંધનને દેશને ગુલામીની જંજીરમાં પરવનાર ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સાથે સરખાવી હતી.
- Ayodhya Ram Temple Pran Pratistha : રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને VHP પુરા વિશ્વમાં 'આનંદોત્સવ'ના રુપમાં મનાવશે, શૌર્ય યાત્રા 30મીથી શરૂ થશે
- Ayodhya Ram Temple: કેવી ચાલી રહી છે રામલલાના ભવ્ય મંદિરના નિર્માણની કામગીરી, જુઓ વીડિયો
- Ram temple in Ayodhya : અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કાર્ય ક્યા પહોચ્યું, જાણો ફક્ત એક ક્લિકમાં...