ETV Bharat / state

Navsari Rain: નવસારીમાં રેલવે ગરનાળામાં પાણી ભરાતાં લોકોને હાલાકી - ટ્રાફિકજામ

નવસારીમાં સવારથી જ અવિરત વરસાદ વરસતા શહેરના રસ્તાઓ પણ પાણી ભરાયા હતા. નવસારી શહેર અને જલાલપુરને જોડતા રેલવે ગરનાળામાં પાણી ભરાવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ગરનારું બંધ થવાના કારણે રેલવે ફાટક ઉપર લાંબો ટ્રાફિકજામ જોવા મળ્યો હતો.

Navsari Rain:
Navsari Rain:
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 24, 2023, 3:13 PM IST

રેલવે ગરનાળામાં પાણી ભરાતાં ટ્રાફિકજામ

નવસારી: જિલ્લામાં થોડા દિવસોના વિરામ બાદ બફારા અને ઉકળાટની વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થતા સમગ્ર શહેર પાણીમાં તરબોળ થયું હતું. મેઘરાજાએ મન મૂકીને વરસવાની શરૂઆત કરી હતી. જેને લઈને શહેરમાં આવેલા સ્ટેશન રોડ, ડેપો, સાંઢકુવા સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. અચાનક પડેલા પવન સાથેના વરસાદના કારણે શહેરીજનોને બફારા અને ઉકળાટથી રાહત મળી હતી.

રેલવે ફાટક ઉપર લાંબો ટ્રાફિકજામ
રેલવે ફાટક ઉપર લાંબો ટ્રાફિકજામ

ગરનારું બંધ થતાં હાલાકી: નવસારી શહેરને જોડતા પૂર્વ અને પશ્ચિમ વિભાગના રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જવાના કારણે ગરનાળું બંધ કરવાનો વારો આવ્યો હતો. જેને લઈને જલાલપુરથી નવસારી તરફ અવર જવર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો વેઠવાનો વારો આવ્યો હતો. બીજી તરફ ઘટનાની જાણ નવસારી વિજલપોર નગરપાલિકાને થતા નગરપાલિકા પણ સફાળી જાગી હતી અને પાણીનો રસ્તો કરવા માટે જેસીબી મશીનને કામે લગાવ્યું હતું. ગરનારું બંધ થવાના કારણે રેલવે ફાટક ઉપર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.

નવસારીમાં સવારથી જ અવિરત વરસાદ
નવસારીમાં સવારથી જ અવિરત વરસાદ

બે કલાકથી રેલવે ફાટક પર ફસાયા મુસાફર: ટ્રાફિકમાં ફસાયેલા સંતોષસિંહ જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હાલ હું મારા ઘરેથી નોકરીએ જવા માટે નીકળ્યો હતો. જેમાં ગરનાળું બંધ થવાના કારણે બે કલાકથી રેલવે ફાટક ઉપરના ટ્રાફિક જામમાં ફસાયો છું. જેથી તંત્ર આ સમસ્યાનો જલ્દીથી ઉકેલ લાવે તેવી અમારી માંગ છે. હાલ શહેરમાં ગણેશ ઉત્સવની ધૂમ છે. ભારે વરસાદને કારણે ગણેશ સ્થાપના કરતા પંડાલોના આયોજકોમાં ચિંતા વ્યાપી હતી.

નવસારીમાં 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા
નવસારી 58 મિમી
જલાલપોર 49 મિમી
ગણદેવી 25 મિમી
ચીખલી 53 મિમી
ખેરગામ 30 મિમી
વાંસદા 38 મિમી
  1. Navsari Rain: નવસારીમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો, ગણેશપંડાલોના આયોજકોમાં ચિંતા
  2. Gujarat Weather Update: હજુ આજે પણ આ વરસી શકે છે વરસાદ, જાણો ક્યાં ક્યાં મેઘરાજા થયા મહેરબાન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.