ETV Bharat / state

Navsari Rain : નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, અનેક માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ

દક્ષિણ ગુજરાતમાં ડાંગરની ખેતી કરતા ખેડૂતો માટે માફક વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ નવસારીમાં ભારે વરસાદના કારણે એક મકાનનો ભાગ ધરાશાયી થયો છે. તેમજ ચીખલીની કાવેરી નદી પર બનાવવામાં આવેલો ચેકડેમ પાણીમાં ગરકાવ થયો છે. તેમજ નવસારીના અનેક માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો છે.

Navsari Rain : નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, અનેક માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ
Navsari Rain : નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, અનેક માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ
author img

By

Published : Jul 12, 2023, 7:53 PM IST

નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો

નવસારી : સમગ્ર ગુજરાતમાં ચોમાસુ સારું એવું બેસી ગયું છે અને ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં વધુ વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. જેમાં નવસારી જિલ્લાના ગણદેવી અને ચીખલીમાં વરસાદ સતત વરસી રહ્યો છે. જેને લઈને ચીખલી તાલુકામાંથી પસાર થતી કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે સાથે કાવેરી નદી પર બનાવવામાં આવેલો ચેકડેમ પાણીમાં ગરકાવ થયો છે. આ સાથે એક મકાનનો ભાગ પણ ધરાશાયી થયો છે.

દે માર વરસાદથી પાણી ભરાયા : ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે જિલ્લાની લોકમાતાઓમાં જળસ્તરમાં વધારો થયો છે. જિલ્લામાં દે માર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. જેમાં ગણદેવી તાલુકાના અંભેટા દેસાળ ગામને જોડતો માર્ગ, આતલિયા અને ઊંડા જ ગામને જોડતો માર્ગ અને ગણદેવી બીલીમોરા શહેરને જોડતો માર્ગ પર વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

એક મકાન ધરાશાયી : નવસારી શહેરની વાત કરવામાં આવે તો, શહેરમાં શરૂ થયેલા વરસાદના કારણે સ્ટેશન રોડ, ડેપો રોડ, મકોડીયા વિસ્તાર વરસાદી પાણી ભરાવાને કારણે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. તો બીજી તરફ ગત રાત્રિના પડેલા વરસાદને કારણે ચાંદની ચોક વિસ્તારમાં નાની પંડ્યા ખડકી ખાતે 80 વર્ષ જૂનું બંધ મકાનનો આગળનો ભાગ ધરાશાયી થયો હતો. જેમાં બાજુના મકાનમાં રહેતા સિનિયર સિટીઝનના મકાનને નુકસાન થયું હતું. જોકે નસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, આમ હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણેનો વરસાદ હવે આફતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે.

ભારે વરસાદને કારણે મારી બાજુના મકાનનો આગળનો ભાગ રાત્રિ દરમિયાન ધરાશાયી થયો હતો જેને લઈને અમારા મકાનને ઘણું નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. - મહેન્દ્ર દેસાઈ (સ્થાનિક)

ડાંગરની ખેતી માફક વરસાદ : નવસારી જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ પિનાકીન પટેલ જોડે વાત કરતા જણાવ્યું હતું કે, હાલ જે વરસાદ વરસી રહ્યો છે. તે ડાંગરની ખેતી કરતા ખેડૂતો માટે માફકનો વરસાદ છે. જેથી આ વર્ષે ખેડૂતો માટે ડાંગરનો પાક સારો ઉતારવાની આશા ખેડૂતો સેવી રહ્યા છે.

ક્યા કેટલો વરસાદ : નવસારી 50 mm, જલાલપુર 15 mm, ગણદેવી 83 mm, વાંસદા 21 mm, ચીખલી 116 mm, ખેરગામ 73 mm વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ નવસારી જિલ્લામાં પડેલા સાર્વત્રિક વરસાદને કારણે નદીઓની જળ સપાટીમાં પણ વધારો થયો છે.

  1. Forecast Rain : હાલ છુટા છવાયા વરસાદની આગાહી, 16 જુલાઈ બાદ ગુજરાતમાં વરસાદ પકડશે રફતાર
  2. Kutch News : વરસાદ બાદ કચ્છના સૌથી ઊંચા કાળા ડુંગર પરથી જોવા મળ્યો અદભુત નજારો
  3. Viral Video : ખેડામાં નદી પર નિર્માણાધિન બ્રિજનું સ્ટ્રક્ચર પાણીમાં તણાયું, વિડીયો થયો વાયરલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.