નવસારી: નવસારી રેલવે સ્ટેશન લાખોની આવક (Navsari Railway Station Income) આપતું હોવા છતાં આજે પણ ઘણી સુવિધાઓથી વંચિત છે. જેનું કારણ નવસારી જિલ્લો બન્યાના 24 વર્ષ પછી પણ રેલવે મંત્રાલયમાં તાલુકા તરીકે ગણવામાં આવે છે. રેલવેમાં નવસારીને જિલ્લાનો દરજ્જો અપાવવા નવસારી ચેમ્બર ઓફ કોમર્સ (navsari district chamber of commerce & industry) દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
નવસારી રેલવે મંત્રાલયના ચોપડે તાલુકો રહેતા સુવિધાઓથી વંચિત
દક્ષિણ ગુજરાતના રેલવે સ્ટેશનો (railway station of south gujarat)માં નવસારીનું ઘણું મહત્વ છે. ખાસ કરીને નવસારી ઐતિહાસિક દાંડીને જોડતું રેલવે સ્ટેશન (Navsari Railway Station) પણ છે, જેની સાથે જ નવસારીથી લાખોની સંખ્યામાં મુસાફરો ઉત્તરમાં સુરત તેમજ તેનાથી આગળ ભરૂચ, અંકલેશ્વર, વડોદરા અને અમદાવાદ તેમજ દક્ષિણમાં વલસાડ, વાપી અને મહારાષ્ટ્રના શહેરોમાં રોજના અપડાઉન કરે છે. નવસારી રેલવે સ્ટેશન વર્ષે લાખો રૂપિયાની કમાણી રેલવેને કરી આપે છે.
ઇન્ટરસિટી ટ્રેનમાં વધુ ડબ્બા જોડવાની મંજૂરી અપાઈ
વર્ષો વિતવા છતાં નવસારી રેલવે સ્ટેશન પર ઘણી ટ્રેનોના સ્ટોપેજ (train stoppage at navsari) મળ્યા નથી. તેમજ નવસારીને ખાસ સુવિધાઓ પણ મળી નથી, જેના કારણે હજારો મુસાફરોને નવસારી રેલવે સ્ટેશને અગવડતા અનુભવવી પડે છે. થોડા દિવસો અગાઉ ઇન્ટરસિટી ટ્રેન (intercity train from navsari)માં ચઢતી વેળાએ મુસાફરો પ્લેટફોર્મ પર પટકાયા હતા. જેમાં ચેમ્બર ઑફ કોમર્સ દ્વારા ધારાસભ્યની આગેવાનીમાં સાંસદ CR પાટીલને રજૂઆત કરતા ઇન્ટરસિટી ટ્રેનમાં વધુ ડબ્બા જોડવાની મંજૂરી અપાઈ છે.
નવસારી ચેમ્બર ઑફ કોમર્સે સાંસદ CR પાટીલને રજૂઆત
નવસારી સુવિધાથી વંચિત હોવાનું મુખ્ય કારણ રેલવે મંત્રાલયના ચોપડે હજી પણ તાલુકા તરીકેની ઓળખ છે. નવસારી વર્ષ 1997માં જિલ્લો બન્યો અને 24 વર્ષ વિત્યા છે, પરંતુ રેલવેમાં નવસારીની ઓળખ જિલ્લા તરીકે પ્રસ્થાપિત કરવામાં આવી નથી, જે નવસારીના લોકપ્રતિનિધિઓની ખામી કહી શકાય. હાલમાં જ્યારે ઇન્ટરસિટી ટ્રેનમાં ડબ્બા વધારવાની રજૂઆતો થઈ, ત્યારે નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રેલવે મંત્રાલયમાં નવસારીને જિલ્લાની ઓળખ મળે તે માટેની રજૂઆત નવસારીના સાંસદ CR પાટીલ અને રેલવે કમિટીના સભ્ય છોટુભાઈ પાટીલને કરવામાં આવી છે.
નવસારીને તાત્કાલિક જિલ્લો નોંધવામાં આવે એવી માંગણી
નવસારી રેલવે મંત્રાલયમાં જિલ્લા તરીકે નોંધ પામે તો નવસારીને ઘણી સુવિધાઓ મળી શકે એમ છે. સાથે જ જે ટ્રેનોના સ્ટોપેજ માટે વર્ષોથી માંગણી કરવામાં આવી રહી છે, એવી ઘણી ટ્રેનોના સ્ટોપેજ પણ સરળતાથી મળી શકશે. જેથી રેલવે મંત્રાલયમાં નવસારીને તાત્કાલિક જિલ્લો નોંધવામાં આવે એવી માંગણી ઊઠવા પામી છે.
આ પણ વાંચો: Indian culture: વિદેશી યુગલે ભારતીય સંસ્કૃતિ અને હિંદુ રીતિ-રીવાજ મુજબ લગ્ન કર્યા