ETV Bharat / state

વિજલપોરની 16 વર્ષીય સગીરાને ભગાડી જનારા આરોપીની ધરપકડ

નવસારીમાં 16 વર્ષની સગીરાને પ્રેમમાં ફસાવી તેની ભગાડી જનારા યુવકની ધરપકડ કરવામાં આવી છે. નવસારી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

વિજલપોરની 16 વર્ષીય સગીરાને ભગાડી જનારા આરોપીની ધરપકડ
વિજલપોરની 16 વર્ષીય સગીરાને ભગાડી જનારા આરોપીની ધરપકડ
author img

By

Published : Jan 1, 2021, 7:26 AM IST

  • ટ્યુશને જતી સગીરાનો પીછો કરી અરોપી યુવાને પ્રેમજાળમાં ફસાવી હતી
  • પ્રેમમાં પાડ્યા બાદ લગ્નની લાલચે ભગાડી જતા પોલીસ ફરિયાદ
  • પોલીસે મોબાઇલ સર્વેલન્સને આધારે આરોપી યુવાન અને સગીરાને શોધી કાઢ્યા

નવસારી: પ્રેમ આંધળો હોય છે, પ્રેમ પાંગરે ત્યારે ઉંમર, રંગ-રૂપ, જાત-પાત બધુ જ ઓગળી જાય છે અને પ્રેમીઓને દુનિયામાં એક-બીજા સિવાય કઇ જ દેખાતુ નથી. નવસારીના વિજલપોરમાં ટ્યુશને જતી 16 વર્ષીય સગીરાને એક રોડ રોમિયોએ પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચે ભગાડી ગયો હતો. આરોપી સામે ફરિયાદ થતા પોલીસે મોબાઇલ સર્વેલન્સને આધારે પોલીસે પકડી પાડી જેલના સળિયા ગણાતો કર્યો છે.

વિજલપોરની 16 વર્ષીય સગીરાને ભગાડી જનારા આરોપીની ધરપકડ

રોડ રોમિયોએ સગીરાને લગ્નની લાલચે ભગાવી, પોસ્કો હેઠળ ગુનો દાખલ

આજની દુનિયામાં થોડા સમયના આકર્ષણને સગીર કે યુવાન પ્રેમ સમજી બેસે છે, બાદમાં ભાન થતા પસ્તાવાનો વારો આવતો હોય છે. નવસારીમાં છેલ્લા થોડા મહિનાઓમાં સગીરાને પ્રેમના નામે ભોળવી, લગ્નની લાલચે ભગાડી જવાની ઘટનાઓ સામે આવી છે. જેમાં વિજલપોરની 16 વર્ષીય સગીરા પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ દાદા સાથે ઉછરી રહી હતી. ટ્યુશન ક્લાસમાં જતી સગીરાને વિજલપોરના રેવાનગર-૪ માં રહેતો રોડ રોમિયો રાકેશ ઉર્ફે છોટુ મોહન ગુપ્તાએ પાછળ પડી, પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. રાકેશ સગીરાને લગ્નની લાલચ આપી, તેને પોતાની સાથે ભગાડી ગયો હતો. આ ઘટનાની જાણ થતા પીડિતાના પરિવારજનોએ વિજલપોર પોલીસ મથકે ફરિયાદ આપતા, પોલીસ સક્રિય થઇ હતી. પોલીસે આરોપીના મોબાઇલ ફોનને સર્વેલન્સમાં રાખી બંને પ્રેમી પંખીડાઓને પકડવાની કવાયત હાથ ધરી હતી. જેમાં પોલીસને સફળતા મળતા સગીરા અને આરોપી રાકેશને નવસારી લઇ આવી હતી. સમગ્ર મુદ્દે પોલીસે રાકેશ ગુપ્તા સામે અપહરણ, બળાત્કાર અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી આગળની તપાસ હથ ધરી છે.

બાળકોને ઘરમાં પ્રેમ ન મળતા, બહાર આકર્ષિત થાય છે

વિજલપોરની સગીરાની આ પ્રેમ ગાથા તમામ વાલીઓ માટે લાલ બત્તી સમાન છે. નાની ઉમરમાં બાળકોને મોબાઇલનું દુષણ કે એકલા પણું અન્ય પ્રત્યે આકર્ષિત કરે છે, ત્યારે આવા સમયમાં બાળકને ઘરમાંથી પ્રેમ ન મળે એટલે બહાર આકર્ષિત થાય છે. નાદાન ઉંમરમાં બાળકોને પરિવારનો પ્રેમ મળે તે ખુબ જરૂરી બન્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.