નવસારી આજકાલનું યુવાધન પોતાના મોજશોખ માટે ખૂટતા પૈસા મેળવવા માટે કોઈ પણ રસ્તો અખત્યાર કરવામાંથી ઊંચા નથી આવતા. આવો જ એક કિસ્સો બન્યો છે નવસારી જિલ્લામાં. અહીં મરોલી બજારમાં (maroli bazar navsari) રહેતા એક યુવાને બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરને ફોન પર વોટ્સ એપ પર મેસેજ કરીને તેમની પાસેથી 30,00,000 રૂપિયાની ખંડણી (Navsari Ransom Case) માગી હતી. ત્યારે LCBની ટીમે ગણતરીના કલાકમાં આરોપીની ધરપકડ (Navsari Crime News) કરી હતી.
આરોપી જેલહવાલે જલાલપોરના તાલુકાના મરોલી બજારમાં રહેતો મોહમ્મદ અબરાર સમશુહુલદા અન્સારી ટેલરિંગનાં વ્યવસાયે જોડાયેલો છે. તેને પોતાના મોજશોખ માટે પૈસા ઓછા પડતા ખંડણી માંગવાનો પ્લાન બનાવ્યો હતો. તેણે મરોલીમાં રહેતા જિનેન્દ્ર શાહને વોટ્સ એપ પર મેસેજ કરીને 30,00,000 રૂપિયાની ખંડણી માગી હતી. સાથે જ આરોપીએ તેમના પરિવારને મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ જિનેન્દ્ર શાહે મરોલી પોલીસ સ્ટેશનમાં (Maroli Police Station) આરોપી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે (Navsari Police) ટેકનિકલ સર્વેલન્સના આધારે તેની ધરપકડ કરી હતી.
આરોપી યુવાનના પિતા અને ફરિયાદીના પિતા વચ્ચે પારિવારિક સબંધ આરોપી યુવાનના પિતા અને ફરિયાદીના પિતા બંને મિત્રો હોવાથી પારિવારિક સંબંધો હતા, જેમાં યુવાનને આ પરિવાર પાસે પુષ્કળ પૈસા હોવાની માહિતી મળી હતી. તેને લઈને ખંડણીનો (Navsari Police arrested accused of ransom) પ્લાન બનાવ્યો હતો, પરંતુ આ યુવાન પોલીસને (Navsari Crime News) હાથે ઝડપાતાં સમગ્ર પ્લાન નિષ્ફળ ગયો હતો. હાલ LCBએ આરોપી યુવાનને મરોલી પોલીસ સ્ટેશન (Maroli Police Station) સોંપીને વધુ તપાસ હાથ ધરી છે.
મરોલી બજારમાંથી ધરપકડ આ અંગે નવસારીના DySP એસ. કે. રાયે જણાવ્યું હતું કે, ફરિયાદને અનુસંધાને ઉપલી અધિકારી દ્વારા નવસારી એલસીબીને (Navsari Police) તપાસ સોંપતા પોલીસે ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના સોર્સથી બાતમીથી માહિતી મેળવી હતી. ત્યારબાદ આરોપીને મરોલી બજારમાંથી ઝડપી પાડવામાં (Navsari Crime News) આવ્યો હતો.