ETV Bharat / state

Navsari News : ગોટલું નાનું અને માવો વધુ, નવસારીના ખેડૂતે સૌરાષ્ટ્રની જમ્બો કેસર કેરીનું વાવતેર કરીને કમાણી - Navsari Kesar Mango Cultivation

નવસારીના ખેડૂતે સૌરાષ્ટ્રની જમ્બો કેસર કેરીનું પ્રથમવાર વાવેતર કરી સારી આવક મેળવી રહ્યા છે. નવસારીના લોકો સૌરાષ્ટ્રની કેરીને પસંદ કરી રહ્યા છે. કારણ કે, આ જમ્બો કેસર કેરીનું ફળ એક કિલોગ્રામ સુધીનું થાય છે. તેમજ આ કેરીમાં ગોટલું નાનું અને માવો વધુ હોય છે. તેથી કેરીનો સ્વાદ રસદાર આવે છે.

Navsari News : ગોટલું નાનું અને માવો વધુ, નવસારીના ખેડૂતે સૌરાષ્ટ્રની જમ્બો કેસર કેરીનું વાવતેર કરીને કમાણી

author img

By

Published : May 20, 2023, 7:24 PM IST

સૌરાષ્ટ્રની જમ્બો કેસર કેરીનું વાવતેર કરીને નવસારીના ખેડૂતે કરી મબલખ કમાણી

નવસારી : આ વર્ષે સમગ્ર ગુજરાતમાં સમાયઅંતરે કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે. જેમાં નવસારી જિલ્લો પણ બાકાત રહ્યો નથી. નવસારી જિલ્લામાં પણ કમોસમી વરસાદને કારણે કેરી પાકને ઘણું નુકસાન થયું છે. તેમ છતાં અહીંના ખેડૂતો હાર ન માની કંઈકને કંઈક ખેતીમાં નવીનતા કરતા હોય છે. ત્યારે નવસારીના એક ખેડૂતે મૂળ સૌરાષ્ટ્રની જમ્બો કેસર કેરીનું પ્રથમ વાર વાવેતર કરીને સારી એવી કમાણી કરી રહ્યા છે. આ ઉપરાંત એક કિલોગ્રામ જેટલા ફળના સાઈઝના કારણે ગ્રાહકો પણ પસંદ કરી રહ્યા છે.

શું છે સમગ્ર વાત : નવસારી જિલ્લામાં કેરીની વાત કરવામાં આવે તો કેસર, હાફૂસ, રાજાપુરી, લંગડો, સોનપરી, દશેરી જેવી કેરીઓનો પાક લેવામાં આવે છે. પરંતુ વાંસદા તાલુકાના ચાંપાલધરા ગામના ખેડૂત મનસુખ ભીંગરાડીયાએ પોતાની વાડીમાં કંઈક નવીનતા કરી છે. નવસારી જિલ્લામાં તેઓએ પ્રથમ મૂળ સૌરાષ્ટ્રની જમ્બો કેસર કેરીની કલમને સૌરાષ્ટ્રથી મંગાવી પોતાની વાડીમાં સફળ વાવેતર કરી મબલખ પાકનું ઉત્પાદન કર્યું છે. છેલ્લા બે વર્ષથી વાતાવરણની અસરને કારણે કેરી પાકમાં ઘણું નુકસાન થયું છે, પરંતુ મનસુખ ભીંગરાડીયાએ જણાવ્યા પ્રમાણે જમ્બો કેસરના પાક પર કોઈ અસર જોવા મળી નથી અને ઉત્પાદન પણ સારું મળ્યું છે.

આ કેરીને જમ્બો કેસર નામ એટલા માટે આપવામાં આવ્યું છે કે સામાન્ય કેસર કેરીનું ફળ 400થી 500 ગ્રામ સુધીનું હોય છે, જ્યારે આ જમ્બો કેસર કેરીનું ફળ એક કિલોગ્રામ સુધીનું થાય છે. જેથી એ સામાન્ય કેસર કેરી કરતા ડબલ હોય છે. તેથી આને જમ્બો કેસર તરીકે ઓળખવામાં આવે છે. ગ્રાહકો પણ જમ્બો સાઇઝનું ફળ જોઈને આકર્ષાય છે. જે એની મોટી ખૂબી છે. તો બીજી તરફ સામાન્ય કેરીના ગોટલાઓ મોટા હોય છે અને ફળનો માવો ઓછો હોય છે, પરંતુ આ જમ્બો કેસર કેરીમાં ગોટલો ખૂબ નાનો હોય છે અને ફળનો માવો વધુ હોય છે. મોટું ફળ હોવા છતાં પણ આની મીઠાશ ઓછી થતી નથી. જેથી બજારમાં આ કેરીની કિંમત સારી આવે છે અને ગ્રાહકોમાં પણ સારી માંગ ઉઠી છે. - મનસુખ ભીંગરાડીયા (ખેડૂત)

જમ્બો કેસરની ડિમાન્ડ ગ્રાહકોમાં વધી : જેથી ડિમાન્ડ હાલ બજારમાં વધુ જોવા મળે છે મનસુખ પટેલે પોતાની વાડીમાં 550 જેટલા જમ્બો કેસરના ઝાડ છે. જેમાં એક ઝાડ પર 40થી 45 kgનો માલ તૈયાર થાય છે. હાલ તેઓની વાડીમાં તૈયાર થતી જમ્બો કેસરની ડિમાન્ડ ગ્રાહકોમાં વધી છે. જેનું તેઓ એડવાન્સ બુકિંગ લઈ ગ્રાહકોને વેચી રહ્યા છે. સામાન્ય કેસર કરતા આ જમ્બો કેસરના ભાવ ખેડૂતને 500થી 600 રૂપિયા વધુ મળતા હોય છે. જેથી મનસુખ પટેલે સૌરાષ્ટ્રની જમ્બો કેસરનું પોતાની વાડીમાં વાવેતર કરી સારું ઉત્પાદન કરી સારી આવક મેળવી રહ્યા છે.

Kesar Mango : જીવાતો સામે કાગળની થેલી દ્વારા કેસર કેરીનું રક્ષણ, જાણો કેવી રીતે

Kesar Mango Auction : સોમનાથના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજીની અદા જોઈને ખેડૂતો થયા આકર્ષિત

Kesar Mango: ગીરની કેરીના સોનાના દિવસો, આંતરરાષ્ટ્રીય બજારમાં 3 કિલોના 1400 ભાવ મળતા ખેડૂતોમાં રોનક જોવા મળી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.