નવસારી : જિલ્લાનું નંદનવન ગણાતો ગણદેવી તાલુકો અહીંનો વિસ્તાર બાગાયતી પાકોનો વિસ્તાર છે. અહીંના ખેડૂતો મોટી સંખ્યામાં ચીકુ, કેરી જેવા બાગાયતી પાકની ખેતી પર નિર્ભર કરે છે. મોટાભાગનો વિસ્તાર ફળદ્રુપ જમીનથી છલોછલ વિસ્તાર છે. એવું કહી શકાય છે કે, ગણદેવીના ચીકુ દેશ અને દુનિયામાં વખણાય છે. તેથી ખેડૂતો અહીં ચીકુનો મબલખ પાક સિઝન દરમિયાન લેતા હોય છે, પરંતુ હાલમાં ગણદેવી તાલુકાનો ખેડૂત વિગત પરિસ્થિતિમાં મુકાઈ ગયો હોય તેમ ગણદેવી તાલુકામાંથી પસાર થનાર વીજ હાઈટેન્શન લાઇનનું કામ બજાજ કંપનીને સોંપવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Navsari News : કુદરતી કાંસ પુરાતા ગ્રામજનોનો વિરોધ, કાયદો હાથમાં લઈને માટી પુરાણની કામગીરી અટકાવવાની તૈયારી
વિરોધનો સુર જોવા : જેમાં હાઈઈનટેન્સન લાઈન નાખવા માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ, ગામના સરપંચોએ વિશ્વાસમાં લીધા વિના કંપની દ્વારા કામ શરૂ કરતા ખેડૂતો સાથે 5 ગામના સરપંચોએ પણ વિરોધ કર્યો હતો. ગામના સરપંચના જણાવ્યા મુજબ જે જમીન માંથી પસાર થઈ રહી છે. તેના માટે ખેડૂતોને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. જમીન સંપાદન ન થઈ હોવાથી વળતર મળ્યું નથી. તે પહેલા જ કંપનીએ તંત્ર સાથે મળી કામ કઈ રીતે શરૂ કરી શકે તેને લઈને પણ વિરોધનો સુર જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : Vaghrech Tidal Regulator Dam Project: ગણદેવી તાલુકાના ગામોને ટુંક સમયમાં મળશે પીવા અને સિંચાઈ માટે મીઠું પાણી
છ ગામને અસર: મોરલી, કલમઠા, છાપર, કોથા સહિત છ જેટલા ગામોના સરપંચ અને ખેડૂતો ભેગા થઈ વીજ લાઈન નાખવાનો કાર્યક્રમ અટકાવ્યો હતો. આ હાઈટેન્શન લાઈન નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના 18 અને જલાલપોર તાલુકાના 16 જેટલા ગામોમાંથી પસાર થવાની છે.
ગામ લોકોનું શું કહેવું છે : છીપલાં ગામના ખેડૂત યોગેશભાઈ જણાવ્યું હતું કે, સમગ્ર પ્રોજેક્ટને લઈને ખેડૂતોને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી કે જમીન સંપાદન પણ ન થઈ હોવાથી વળતર મળ્યું નથી. તે પહેલા જ કંપનીએ તંત્ર સાથે મળી કામ કઈ રીતે શરૂ કરી શકે. તેથી સમગ્ર ગામના ખેડૂતોએ આ હાઈ ઈનટેન્શન લાઈન પસાર થવાની છે. તેને લઈને વિરોધ કર્યો છે. સરકારને એવી રજૂઆત કરી છે કે, ખેડૂતો સાથે સમગ્ર પ્રોજેક્ટને લઈને ચર્ચા કરવામાં આવે પછી આ પ્રોજેક્ટને આગળ વધારવામાં આવે. કારણ કે, વર્ષોથી અહીં ખેડૂત ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતો આવ્યો છે. પોતાનો પરિવાર પણ ખેતી પર નભતો હોય છે. તેથી ખેડૂતો જમીનનું ઘણું મહત્વ ધરાવે છે.