નવસારી: રાજયમાં શ્વાન આતંક વધી રહ્યો છે. શ્વાન કરડવાના કારણે લોકોના મોત થયા થઈ રહ્યા છે. બીલીમોરા પંથકમાં પણ શ્વાન કરડવાના બનાવો વધ્યા છે. હાલ રખડતા ઢોરો સહિત રખડતા શ્વાનનો પણ આતંક વધ્યો છે. રોજે રોજ અસંખ્ય શ્વાન ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય તમામ શેરીઓમાં અને જાહેર માર્ગો પર રખડતાં જોવા મળે છે. ઘણીવાર આ રખડતા શ્વાન વાહન ચાલક પાછળ પણ અચાનક દોડતા વાહનચાલકના અકસ્માતની ઘટના સામે આવી છે. શ્વાનની વસ્તી પણ વધતી હોવાનું બીલીમોરાના ગ્રામજનોનું કહેવું છે.
આ પણ વાંચો Surat Dog Bite: હડકવા એ 62 વર્ષના વૃદ્ધને હોમી દીધા, 3 મહિના પહેલા શ્વાને ભર્યા હતા બચકા
હોસ્પિટલમાં સારવાર: બીલીમોરા પંથકમાં અલગ અલગ વિસ્તારોમાં ડોગ બાઈટની ઘટના બની છે. શ્વાનએ શ્વાને એક બાળક સહિત 8 વધુ લોકોને પોતાનો શિકાર બનાવી તેમને કરડ્યું છે. શ્વાન કરડવાનો ભોગ બનનાર લોકો બીલીમોરા ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જેમાં એક પાંચ વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે.
બેદરકારીનો આક્ષેપ: શહેરમાં વધતા ડોગ બાઈટના કેસને લઈને નગરપાલિકા ઘોર નિંદ્રામાં હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હાલ બીલીમોરા નગરપાલિકા ટર્મ પૂરી થઈ ગઈ છે. વહીવટદારે ચાર્જ સંભાળ્યો છે. પરંતુ વારંવાર પૂર્વ નગર સેવકો દ્વારા રજૂઆત કરવા છતાં પણ બીલીમોરા નગરપાલિકા શ્વાન પકડવા માટે કે શ્વાન ખસીકરણ માટે કોઈપણ વ્યવસ્થા કરી નથી. જેને લઈને રખડતા શ્વાનની સમસ્યા હવે બીલીમોરા શહેરમાં એક પ્રશ્ન બની ગયો છે. સમગ્ર મામલે વિપક્ષે પણ શાસકો ઉપર બેદરકારીના આક્ષેપો કર્યા છે.
આ પણ વાંચો Dog Bite Cases: નવસારી શહેરમાં રખડતા શ્વાને બાળક પર હુમલો કર્યો,
સ્થાનિકોની માંગ: રખડતા ઢોરની સાથે હવે રખડતા શ્વાનનો પણ એક યક્ષ પ્રશ્ન બની ગયો છે. તેનું નિરાકરણ કરવા માટે હવે નગરપાલિકાએ કોઈ નક્કર પગલા લેય એવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. વારંવાર વધી રહેલી ડોગબાઇટની ઘટનાને લઈને સ્થાનિકો પણ પાલિકા કામગીરીને લઈને સવાલ ઉઠાવી રહ્યા છે. સ્થાનિક લોકો જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે' અમારા વિસ્તારમાં શ્વાન આતંક મોટા પાયે છે. જેથી મહિલા અને બાળકોને ઘરેથી નીકળવાથી પણ ડર લાગી રહ્યો છે. જેથી પાલિકા દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી અમારી માંગ છે