નવસારી: રાજ્ય સરકારે વ્યાજખોરી સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપતા નવસારી જિલ્લા પોલીસ પણ એક્શનમાં આવી હતી.જિલ્લામાં વ્યાજખોરો સામેં દંડનીય કાર્યવાહી કર્યા બાદ જરૂરિયાત મંદ લોકોને સરકારી ધારા ધોરણ મુજબ લોન મળી રહે તે માટે પોલીસ વિભાગે લોન મેળાનું આયોજન કર્યું હતું.
લોન મેળાનું આયોજન: નવસારી જિલ્લા પોલીસ દ્વારા અધિક પોલીસ મહાનિદેશક સુરત વિભાગની અધ્યક્ષતા હેઠળ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના તીઘરા વિસ્તારમાં આવેલી લેઉવા પટેલ સમાજની વાડી ખાતે આયોજિત આ મેળામાં શહેરના તમામ વર્ગના લોકોને લોન મેળાનો લાભ લેવા આમંત્રિત કરવામાં આવ્યા હતા.આ મેળા નામાંકિત બેંકો પણ તેમના કર્મચારી ગણો સાથે ઉપસ્થિત રહી હતી.
લોન મેળાનું આયોજન: લોન લેનાર અને લોનનું ધિરાણ કરનાર બેંક વચ્ચે પોલીસે સેતુ રચવાનું કાર્ય લોન મેળાનું આયોજન થકી કર્યું હતું. નવસારી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત આ લોન મેળામાં અનિવાર્ય સંજોગોના કારણે અધિક પોલીસ મહાનિદેશક પિયુષ પટેલ તેમજ જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાય હાજર રહી શક્યા ન હતા. નાયાબ પોલીસ આધિક્ષક સંજય રાયે લોન મેળાની ધૂરા સાંભળી હતી.
આ પણ વાંચો Navsari Crime: પેટ્રોલ પંપ કર્મચારીને માર મારનાર આરોપીઓ મહારાષ્ટ્રથી ઝડપાયા
ડ્રાઇવનું આયોજન: હાલમાં રાજ્ય સરકારે વ્યાજના વિષચક્ર માંથી લોકોને બહાર કાઢવા માટે એક વિશેષ ડ્રાઇવનું આયોજન કર્યું છે. જેમાં ફસાયેલા આર્થિક તંગી ભોગવતા લોકોને બહાર કાઢવા માટે પોલીસે અનેક કેસ કરીને વ્યાજખોરો સામે લાલ આંખ કરી છે. આ એક ચેપ્ટર પૂર્ણ થયું પરંતુ જે લોકોને પૈસાની જરૂર છે. તેવા લોકોને બેંક સુધી પહોંચાડવા માટે પોલીસે મીડિયેટર બની આજે એક લોન મેળાનું આયોજન કર્યું હતું. આ મેળમાં વિવિધ બેંક એ પોતાના સ્ટોલ લગાવીને લોકોને લોન અંગે માહિતગાર કર્યા હતા. જેમાં હોમ લોન, મોર્ગેજ લોન, ગોલ્ડ લોન,પર્સનલ લોન કઈ રીતે મેળવી શકાય અને તેમાં કયા કયા જરૂરી કાગળની જરૂર રહે છે. તે અંગે માહિતગાર કરી લોન પ્રોસેસ ની માહિતી આપી હતી.
લોન મેળાનું આયોજન: જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક એસ.કે રાઈ જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું લોકો પોતાની જરૂરિયાત માટે વ્યાજખોરોના ચુંગાલમાં ફસી તેમનો ભોગ બનતા હોય છે. તેથી નવસારી જિલ્લાના તમામ નાગરિકોને ઓછા વ્યાજ દરે લોન મળી રહે તે માટે નવસારી પોલીસ દ્વારા એક લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ બેંકો દ્વારા લોન માટે કેટલા રૂપિયા કેટલું વ્યજદર અને સરળ રીતે કેવી રીતે લોકો આનો કઈ રીતે લાભ લઈ શકે. એની માહિતી લોકો વધારેમાં વધારે સરકારી બેંકો માંથી ઓછા વ્યાજની લોન લઈ વ્યાજખોરોના ચુંગાલ માં ના ફસાઈ અને પોતાની સુકુનયાળ જિંદગી જીવી શકે તેના માટેનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.