- વોર્ડ નં-5ના કબીલપોર પ્રાથમિક શાળામાં કર્યુ મતદાન
- નવસારી-વિજલપોર નગરપાલિકામાં 52 બેઠકો જીતવાનો વિશ્વાસ દાખવ્યો
- જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પણ ભગવો લહેરાવવાનો દાવો
નવસારી: નવસારીમાં રવિવારે જિલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયતો અને બે નગરપાલિકાઓ માટે મતદાન થઈ રહ્યું છે. જેમાં જિલ્લાના 10.14 લાખ મતદારો 575 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ કરશે. ત્યારે રવિવારે સવારે કબીલપોર પ્રાથમિક શાળામાં ભાજપના જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહે પરિવાર સાથે મતદાન કર્યુ હતું. જો કે અહીં મતદાન યાદીમાં તેમનું નામ શોધવામાં ખુદ ભાજપી એજન્ટને મુશ્કેલી નડી હતી, જેને કારણે ભુરાભાઈએ 10 મિનિટ મતદાન મથકમાં ઉભા રહેવુ પડયું હતું.
ભગવો લહેરાવવાનો કર્યો દાવો
મતદાન બાદ ભાજપ જિલ્લા પ્રમુખ ભુરાભાઈએ નવસારી-વિજલપોર નગરપાલિકામાં 52 બેઠકો જીતવાના વિશ્વાસ સાથે નવસારી જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતોમાં ભગવો લહેરાવવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.