ETV Bharat / state

Navratri 2024 : નવસારીમાં દિવ્યાંગોએ ગરબાની રમઝટ બોલાવી, સાંઈ દાંડિયા ગ્રુપની પહેલ બની આકર્ષણનું કેન્દ્ર - દિવ્યાંગ લોકો આવીને ગરબે ઝુમ્યા

સમગ્ર ગુજરાતમાં માઁ આદ્યશક્તિના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. દરેક શહેર અને જિલ્લામાં શેરીએ શેરીએ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, લોકો ઉત્સાહથી ગરબે ઝૂમી રહ્યાં છે. ત્યારે આ પર્વમાં દિવ્યાંગો પણ પોતાના અલગ અંદાજમાં નવલી નવરાત્રીના ગરબામાં ઝૂમી ઉત્સવમાં સહભાગી થયા છે.

Navratri 2024
Navratri 2024
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 23, 2023, 10:19 PM IST

નવસારી ખાતે દિવ્યાંગોએ ગરબાની રમઝટ બોલાવી

નવસારી : છેલ્લા 18 વર્ષથી નવસારી ખાતે સાંઈ ગ્રુપ દ્વારા સાંઈ દાંડિયાનું આયોજન કરવામાં આવે છે. સાંઈ દાંડિયા ગ્રુપના સંચાલક જીતેન્દ્ર પટેલ દ્વારા પ્રતિ વર્ષ કંઈક નવું કરવાની ભાવના સાથે ગરબાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ ડાંડીયા મહોત્સવ નવસારી વાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સાંઈ ગરબા ગ્રુપ દ્વારા ગતરોજ દિવ્યાંગ બાળકોને ગરબા રમવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.

સાંઈ દાંડિયા ગ્રુપની પહેલ : સાંઈ દાંડિયા ગ્રુપ દ્વારા નવસારી સહિત આજુબાજુના દિવ્યાંગોને ગરબા રમવાનો મોકો મળે અને સાંપ્રત પ્રવાહમાં ભળી અને તેઓ પણ સામાન્ય પ્રકારની જિંદગી જીવતા થાય તેવા ઉમદા અભિગમ સાથે દિવ્યાંગોને સાંઈ ગરબા ગ્રાઉન્ડ ઉપર ગરબા રમવા માટે આમંત્રણ આપ્યું હતું. જેને પગલે માઁ માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટના લક્ષ્મણ રાદડિયા અને તેમની ટીમ દિવ્યાંગ બાળકો સાથે ગરબા સ્થળે ઉપસ્થિત રહ્યા હતા.

સાંઈ ગરબા ખાતે દિવ્યાંગો માટે જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તે ખૂબ સરાહનીય કાર્ય છે જેને લઈને અમે ખૂબ ખુશ છીએ. અહીં મોટી સંખ્યામાં અલગ અલગ જિલ્લાઓમાંથી દિવ્યાંગ લોકો આવીને ગરબે ઝુમ્યા છે. -- લક્ષ્મણ રાદડિયા

દિવ્યાંગ લોકો ગરબે ઘૂમ્યા : આ આયોજનમાં નવસારી, સુરત, અમદાવાદ અને વલસાડ સહિતના લગભગ 180 જેટલા દિવ્યાંગ બાળકો અને 60 જેટલા બહેરા-મૂંગા બાળકો ગરબા રમવા આવ્યા હતા. તેઓ સાંઈ દાંડિયા ગ્રાઉન્ડ પર કરવામાં આવેલ અલગ વ્યવસ્થા સાથે મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. ત્યારે સાંઈ દાંડિયાના આ પ્રકારના આયોજન દ્વારા દિવ્યાંગ અને બહેરા-મૂંગા બાળકો એ ગરબે ઘૂમી અને ખૂબ જ આનંદની અનુભૂતિ કરી હતી.

ઉદાહરણરૂપ કાર્ય : આ પ્રસંગે 60 દાંડિયાના આયોજક જીતેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવેલા પ્રયાસની દિવ્યાંગ સંસ્થા ચલાવતા આગેવાનો દ્વારા ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. દિવ્યાંગોને યાદ કરી અને આ પ્રસંગે આમંત્રણ આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

  1. Navratri 2023: અમદાવાદના એરપોર્ટ પર કર્મચારીઓ સાથે પ્રવાસીઓ પણ ગરબાના તાલે ઝૂમ્યા, જુઓ વીડિયો
  2. Navratri 2023: સાબરકાંઠાના શેરપુર ગામમાં નવરાત્રી પર્વે ચાલતી વર્ષોની પરંપરા આજે પણ અકબંધ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.