નવસારી : જિલ્લાના જલાલપુર તાલુકાના ડાભેલ ગામે લારી પર માંસાહારી ખાદ્યપદાર્થ વેચતાં એવન નામની ચિકન બિરયાનીની લારી પર ગૌમાંસના સમોસાનું વેચાણ થતું હતું. આ બાબતની જાણ થતાં મરોલી પોલીસેે ડાભેલ ગામમાં જઈને રેઇડ કરી હતી. જેમાં બાબત સાચી નીકળી હતી. અહીં છેલ્લા ચાર વર્ષથી મરઘી અને બકરીનું માંસ કહી ગૌમાંસના સમોસાનું વેચાણ કરતો ઈસમ અહમદ મોહમ્મદ શુજ નામનો વ્યક્તિ ઝડપાયો હતા. આ કામમાં શામેલ અન્ય એક આરોપી વોન્ટેડ જાહેર કરાયો છે.
આરોપીએ જણાવ્યું હતું કે સુરતથી આજીમભાઈ નામનો આધેડ ઈસમ પાડાનું માસ વેચાણ માટે આપી જાય છે અને તેણે બે કિલો જેટલું આ માસ લીધું હોવાનું પણ કબૂલ્યું હતું. ત્યારે મરોલી પોલીસે આ માંસનો જથ્થો અને આરોપીને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે. અહમદ મોહમ્મદ શુજ નામનો વ્યક્તિ ઝડપાયો છે. અન્ય એક આરોપી વોન્ટેડ છે. માંસને એફએસએલમાં મોકલી તપાસ કરતા ગૌમાંસ હોવાનું ફલિત થયું હતું. પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. એન. પી. ગોહિલ (નાયબ પોલીસ અધિક્ષક નવસારી)
ગૌરક્ષકોએ મરોલી પોલીસને જાણ કરી હતી : મરોલી પોલીસે ગૌમાંસના સમોસાના નમૂના એફએસએલમાં મોકલી આપ્યાં હતાં જેની તપાસમાં સમોસા ગૌમાંસના હોવાનું ફલિત થયું હતું. ત્યારે પોલીસે આરોપી અહમદ મોહમ્મદ શુજની ધરપકડ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. ડાભેલમાં આ ઇસમની લારી ઉપર ગૌમાસમાંથી બનાવેલા સમોસા અને બિરયાનીનું વેચાણ થતું હોવાની ગૌરક્ષકોને માહિતી મળી હીત. જેથી ગૌરક્ષકોએ મરોલી પોલીસને જાણ કરી હતી. જે સંદર્ભે મરોલી પોલીસે લારી પર દરોડો પાડ્યો હતો.
બાતમીની ખરાઇ કરવામાં આવી હતી : ગૌરક્ષકો દ્વારા મરોલી પોલીસને બાતમી આપવામાં આવી હતી કે જલાલપુર તાલુકાના ડાભેલ ગામે તળાવના કિનારે આવેલ એવન નામની લારી ઉપર ડાભેલ ગામના અહમદ મહમદ સુજ નામના ઈસમ દ્વારા ગૌમાસમાંથી બનાવેલી બિરયાની અને સમોસાનું વેચાણ કરવામાં આવે છે. આ બાતમીના આધારે મરોલી પોલીસે ઘટના સ્થળે રેઇડ કરતાં લારી પરથી મસાલાથી તૈયાર કરેલો મટનનો ખીમો ઝડપી પાડ્યો હતો અને આરોપી અહમદ મહમદ શુજને પણ ઝડપી પાડી તેની પૂછપરછ કરવામાં આવી હતી.