ETV Bharat / state

Navsari Crime : વાંસદા વીજ વાયર ચોરી પ્રકરણમાં પાંચ આરોપીની ધરપકડ

દક્ષિણ ગુજરાત વીજ કંપનીના 2500 મીટર વીજ વાયરની ચોરી થોડા સમય પહેલાં થઇ હતી. ચોરાયેલા વીજ વાયરની કિંમત 92000 હતી. આ ચોરીની ફરિયાદ વાંસદા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. આ કેસમાં પાંચ આરોપીની ધરપકડ થઇ છે.

Navsari Crime : વાંસદા વીજ વાયર ચોરી પ્રકરણમાં પાંચ આરોપીની ધરપકડ
Navsari Crime : વાંસદા વીજ વાયર ચોરી પ્રકરણમાં પાંચ આરોપીની ધરપકડ
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 4, 2024, 8:22 PM IST

2500 મીટર વીજ વાયરની ચોરીનો મામલો

નવસારી : વાંસદા પોલીસે બાતમીના આધારે થોડા દિવસ પહેલાં વીજ કંપનીના વાયરો ચોરતી ટોળકીને ઝડપી પાડી છે. વાંસદા પોલીસે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વાયરો ચોરતી ટોળકીને બાતમીના આધારે પકડી તેમની પાસેથી 2500 મીટર બીજ વાયર જેની અંદાજિત રકમ 92000 તેમજ કુલ મુદ્દામાલ 1,41,000 પણ કબજે કર્યો છે.

વીજ વાયર ચોરી અંગેની અમને ફરિયાદ મળતાંની સાથે જ અમે તપાસ હાથ ધરી હતી. જેમાં અમને ખાનગી બાતમીના આધારે શંકાસ્પદ ઈસમોની પૂછપરછ કરતા તેઓએ સમગ્ર ગુનાની કબૂલાત કરી હતી. જે સંદર્ભે અમે વીજ વાયર સહિત 1,41,000નો મુદ્દામાલ કબજે કર્યો છે...જયદીપસિંહ ચાવડા (પોલીસ સબ ઇન્સ્પેક્ટર, વાંસદા પોલીસ સ્ટેશન )

દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વાયર હતાં : શિયાળાની શરૂઆત થવાની સાથે જ ચોર ટોળકીયો દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવાની પણ શરૂઆત થઈ જાય છે. જેમાં વાસદા વિસ્તારના મનપુર ઢાકમાળ કુરેલીયા વિસ્તારમાંથી વીજ વાયર ચોરીની ઘટના સામે આવી હતી. આ સમગ્ર મામલે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના નાયબ ઇજનેર જે જે ધનગરેએ અંદાજે 2500 મીટર વીજ વાયર જેની અંદાજિત કિંમત 92000 ની થાય છે તેની ચોરી થઈ હોવાની ફરિયાદ વાંસદા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેને લઈને વાંસદા પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

ગુનાની કબૂલાત કરી : વાંસદા પોલીસના સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે શંકાસ્પદ ઈસમોની પૂછપરછ કરતા તેઓએ સમગ્ર ગુનાની કબૂલાત કરી હતી. જેમાં તેઓએ વીજ વાયરો અલગ અલગ જગ્યાએથી ચોરી કરી હોવાની અને તે વીજ વાયરો મહેશ ગુપ્તા રહે ઉનાઈ તથા આશિષ ગુપ્તા રહે ઉનાઈને વેચાણ કર્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ તમામ લોકોને ધરપકડ કરી 1,41,000 રુપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આરોપીઓના નામ : બિપીન પટેલ ( ઢાંકમાળ ગામ) કૃણાલ ગાયકવાડ ( મનપુર ગામ) રોશન કોકણી ( વરજાખણ તાલુકો ડોલવણ) મહેશ ગુપ્તા (ઉનાઈ ગામ) અને આશિષ ગુપ્તા (ઉનાઈ ગામ)

  1. જૂનાગઢમાં વીજ વાયરની ચોરી કરતાં 2 વ્યક્તિની ધરપકડ કરાઈ
  2. 45000 કરોડના ખર્ચે વીજ વાયરો અન્ડરગ્રાઉન્ડ કરાશે; વીજ ચોરી અટકવા સહિત મળશે આટલા લાભ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.