ETV Bharat / state

નવસારી કોરોના અપડેટ : એક્ટિવ કેસની સંખ્યા 829 થઇ - નવસારી સમાચાર

નવસારીમાં બુલેટ ગતિએ વધેલો કોરોના હવે ધીરે ધીરે ઘટી રહ્યો છે. નવસારીમાં શનિવારના રોજ 110 કોરોના દર્દીઓ સાજા થયા છે. આ સાથે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 829 થઈ છે, શનિવારના રોજ 58 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના ચોપડે એક દર્દીનું મોત નોંધાયું છે.

Navsari Corona Update
Navsari Corona Update
author img

By

Published : May 22, 2021, 10:34 PM IST

  • નવસારી જિલ્લામાં 110 દર્દીઓએ કોરોના સામે જંગ જીતી
  • નવા 58 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
  • આરોગ્ય વિભાગના ચોપડે એક કોરોના દર્દીનું મોત નોંધાયું

નવસારી : જિલ્લામાંથી ખતમ થઇ રહેલા કોરોના સંક્રમણ ગત બે મહિનામાં પ્રચંડ ગતિએ ફેલાયું હતું. કોરોનાના કેસ વધતા નવસારીમાં હોસ્પિટલ હાઉસફુલ થઈ ગઇ હતી. જોકે, કોરોનાને હરાવવા માટે થયેલા સહિયારા પ્રયાસથી હવે કોરોના સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. જેથી નવસારીમાં કોરોના પોઝિટિવ કેસ કરતા ડિસ્ચાર્જ વધી રહ્યા છે. જેમાં શનિવારના રોજ 110 કોરોના દર્દીઓએ સાજા થયા હતા. આ સાથે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 829 થઈ છે. છેલ્લા 24 કલાકમાં 58 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. બીજી તરફ આરોગ્ય વિભાગના ચોપડે શનિવારના રોજ જલાલપોરના શિવનગર સોસાયટીના 37 વર્ષીય યુવાનનું કોરોનાથી મોત નોંધાયું છે.

આ પણ વાંચો - નવસારીમાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા ઘટીને 1 હજારની અંદર

નવસારીમાં કુલ 6,362 લોકો થયા કોરોના પોઝિટિવ

નવસારીમાં 21 એપ્રિલ, 2020ના રોજ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયા બાદ જિલ્લામાં આજ દિન સુધીમાં કોરોનાના 6,362 કેસ નોંધાયા છે. જેની સામે કોરોના હરાવનારા દર્દીઓની સંખ્યા 5,374 થઈ છે. જેની સાથે જિલ્લામાં કુલ 159 દર્દીઓનું કોરોનાને કારણે મોત થયું છે.

આ પણ વાંચો - નવસારીમાં હારી રહ્યો છે કોરોના, આજે 132 દર્દીઓએ કોરોના સામે જંગ જીતી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.