- નવસારી જિલ્લામાં આજે 17 દર્દીઓએ કોરોનાને હરાવ્યો
- એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 50 ની અંદર પહોંચી
- જિલ્લામાં આજે કોરોનાથી એક પણ મૃત્યુ નહીં
નવસારી ( Navsari Corona Update ): જિલ્લા માટે આજે ખુશીના સમાચાર છે, કારણ કે કોરોનાનો સાડા ત્રણ મહિના બાદ મંગળવારના રોજ એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. જેની સાથે જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 50ની અંદર પહોંચી છે, જ્યારે પાંખવાડિયાથી કોરોનામાં એક પણ મૃત્યુ નોંધાયુ નથી.
નવસારી જિલ્લામાં પાંખવાડિયાથી કોરોનાથી મોત નહીં
નવસારી જિલ્લામાં માર્ચ, એપ્રિલ, મે અને જૂન મહિનામાં એકપણ દિવસ એવો નથી રહ્યો, જ્યાં કોરોના પોઝિટિવ કેસ ( Corona Positive Case ) નોંધાયો નથી. જૂન મહિનાના પ્રારંભથી જ જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યા ઘટીને 10ની અંદર પહોંચી હતી. જેમાં મંગળવારના રોજ કોરોનાનો એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. જેની સામે જિલ્લામાં 17 દર્દીઓએ કોરોનામુક્ત થયા છે. જ્યારે સતત પખવાડિયાથી નવસારી જિલ્લામાં કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાયુ નથી. જેથી નવસારી કોરોના મુક્તિ તરફ આગળ વધી રહ્યો છે.
નવસારીમાં કુલ 7,126 લોકો કોરોનાનો ભોગ બન્યા
નવસારી જિલ્લામાં 14 મહિનાથી કોરોના આતંક મચાવી રહ્યો છે. જેમાં ગત માર્ચ, એપ્રિલ મહિનામાં કોરોના ઘાતક બન્યો હતો, જોકે મે અને જૂન મહિનામાં કોરોનાથી રાહત મળી છે. તેમ છતાં જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 7126 લોકો કોરોનાની ચપેટમાં આવ્યા છે. જેની સામે કુલ 6890 દર્દીઓ કોરોનાથી સજા થયા છે. જ્યારે 189 દર્દીઓ કોરોનાને કારણે મોતને ભેટ્યા હતા.
આ પણ વાંચો -