- જિલ્લામાં કોરોના ની સારવાર લઈ રહેલા એક્ટિવ 580 કેસો
- આજે 52 દર્દીઓએ કોરોનાને હરાવતા રજા અપાઇ
- આજે કોરોનાને કારણે એક મત નોંધાયો
નવસારી : જિલ્લામાં સતત કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. જેમાં મંગળવારના રોજ નવા વધુ 89 કોરોના સંક્રમિત કેસ નોંધાયા છે. જેની સાથે જિલ્લામાં સારવાર લઈ રહેલા એક્ટિવ કેસની સંખ્યા 580 પર પહોંચી છે, જ્યારે મંગળવારના રોજ કોરોનાને કારણે વધુ એક મોત નોંધાયું છે. જિલ્લામાં કોરોનાથી કુલ 105 લોકોના મોત આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે.
આ પણ વાંચો - નવસારીમાં સરકારી ચોપડે એપ્રિલ મહિનામાં 2 મોત, જ્યારે સ્મશાનમાં 129 મૃતદેહને કોવિડ ગાઇડલાઇનથી અપાયો અગ્નિદાહ
જિલ્લામાં કુલ 1,899 ડિસ્ચાર્જ
આ સાથે જિલ્લામાં સારવાર લઈ રહેલા એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 580 થઈ છે, જ્યારે મંગળવારના રોજ 52 કોરોના દર્દીઓએ કોરોનાને હરાવતા, તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જેની સાથે જિલ્લામાં કોરોનાને હરાવનારા દર્દીઓની સંખ્યા 1,899 પહોંચી ગઈ છે. જિલ્લામાં કોરોના સંક્રમિતો 2,582 થયા છે. જ્યારે આજે કોરોના વધુ એકને ભરખી ગયો હતો અને આરોગ્ય વિભાગના ચોપડે કોરોનાને કારણે મોતને ભેટનારાઓની સંખ્યા 105 પર પહોંચી છે.
આ પણ વાંચો - નવસારીની ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી પડ્યો
નવસારી કોરોના અપડેટ
- કુલ પોઝિટિવ કેસ - 2,582
- કુલ ડિસ્ચાર્જ - 1,899
- કુલ એક્ટિવ કેસ - 520
- કુલ મોત - 105