- નવસારી જિલ્લામાં 14 દર્દીઓ કોરોનાથી સાજા થયા
- નવસારીમાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 100 ની અંદર પહોંચી
- આરોગ્ય વિભાગના ચોપડે કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાયું નહીં
નવસારી : જિલ્લામાં હાહાકાર મચાવનારા કોરોના હવે શાંત થઈ રહ્યો છે. નવસારી જિલ્લામાં એપ્રિલ મહિનામાં કોરોનાના કેસો સોથી દોઢસોની વચ્ચે રહ્યા હતા, પરંતુ મે મહિના બાદ કોરોનામાં ઘટાડો જોવા મળ્યો અને જૂનના 15 દિવસો બાદ બુધવારના રોજ કોરોનાના ફક્ત 4 પોઝિટિવ કેસ નવસારીમાં નોંધાતા નવસારી આરોગ્ય વિભાગ ( Navsari Health Department ) સહિત નવસારીજનોએ રાહતનો શ્વાસ લીધો છે. નવસારી જિલ્લામાં બુધવારના રોજ 14 કોરોના દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેની સાથે નવસારી જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 98 છે. જ્યારે નવસારી આરોગ્ય વિભાગના ચોપડે સતત આઠમા દિવસે કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાયું નથી. જેથી આવનારા દિવસોમાં વેપાર-ધંધાના સમયમાં વધારો થવા સાથે જ રાત્રિ કરફ્યૂ પણ હટાવી લેવામાં આવે એવી નવસારીજનોમાં આશા જાગી છે.
નવસારીમાં અત્યાર સુધીમાં કુલ 7,102 કોરોનાના દર્દીઓ નોંધાયા
નવસારી જિલ્લામાં 14 મહિનાથી કોરોનાને કારણે જિંદગીની રફ્તાર પર બ્રેક લાગી ગઇ છે. મહિનાઓ વિતતા નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 7,102 લોકો કોરોના સંક્રમિત થયા હતા. જેની સામે જિલ્લામાં કુલ 6,815 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. જો કે, કોરોના સંક્રમણને કારણે 189 દર્દીઓના મોત થયા છે.
આ પણ વાંચો -
- Navsari Corona Update : નવસારીમાં ગુરુવારે કોરોના (corona) ના નવા 15 કેસ નોંધાયા
- Navsari Corona Update : નવસારીમાં 77 દિવસ બાદ કોરોનાના 10 પોઝિટિવ કેસ નોંધાયા
- Navsari Corona Update: આજે 15 Corona Positive Case નોંધાયા
- Navsari Corona Update: નવસારી જિલ્લામાં Corona રિકવરી રેટમાં થયો વધારો
- Navsari Corona Update : Active caseની સંખ્યા 829 થઇ
- Navsari Corona Update: Corona સંક્રમિત કેસ ઘટ્યા, નવા 28 લોકો Corona Positive
- Navsari Corona Update : નવસારીમાં સોમવારે 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા