- શહેરના 10 સ્થળેથી 100થી વધુ કોંગ્રેસીઓએ કાઢી સાયકલ યાત્રા
- સાયકલ રેલી નrકળે એ પૂર્વે જ પોલીસે પાડ્યું પંચર
- નવસારી ટાઉન, ગ્રામ્ય અને વિજલપોર પોલીસે કુલ 119થી વધુ કોંગીઓને કર્યા ડિટેન
નવસારી : નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રભારી પ્રમુખ તરીકે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની નિયુક્તિ બાદ આજે નવસારી- વિજલપોર શહેરમાં કોંગ્રેસે લાંબાસમયે એક થઈ મોંઘવારી મુદ્દે વિરોધ ( Inflation Protest ) પ્રદર્શન કર્યું હતું. જેમાં શહેરના અલગ-અલગ 10 સ્થળોએથી કોંગ્રેસીઓએ ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં મોંઘવારીના વિરોધમાં સાયકલ રેલી ( Navsari Congress Inflation Protest ) કાઢી હતી.
નિર્ધારિત રુપ પૂર્ણ ન કરી શકી Congress Inflation Protest Cycle Rally
કોંગ્રેસીઓ ( Congress Inflation Protest Cycle Rally ) શહેરના લુન્સીકુઈ, ફુવારા, ગ્રીડ, વિજલપોર, જલાલપોર, ગણેશ-સીસોદ્રા સહિતના સ્થળોએથી સૂત્રોચ્ચાર સાથે સાયકલ લઈને નીકળ્યા હતાં. પરંતુ કોંગ્રેસીઓ થોડા આગળ વધ્યાં ત્યાં જ ટાઉન, ગ્રામ્ય અને વિજલપોર પોલીસે કોંગ્રેસીઓને અટકાવીને ડિટેન કર્યાં હતાં. જેમાં ધારાસભ્ય અનંત પટેલ સહિત કોંગ્રેસી આગેવાનો અને કાર્યકર્તાઓ મળી કુલ 119થી વધુ કોંગીઓને ડિટેન કર્યા હતા.
આ પણ વાંચોઃ નવસારીમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ દેખાયો
આ પણ વાંચોઃ નવસારી કોંગ્રેસ સેવા દળના જિલ્લા પ્રમુખ સુરેશ પાંડેને કરાયા સસ્પેન્ડ