નવસારી સિવિલ હોસ્પિટલમાં ગતરાત્રે 108માં એક મહિલાને સારવાર અર્થે લાવવામાં (doctor and patient at Navsari) આવી હતી. મહિલાને પાણીમાં ડૂબી જવાથી બચાવાઇ લેવાઈ હતી. જેથી સિવિલના સ્ટાફે પહેલા MLC કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ સારવાર માટે કહ્યું હતું. જેથી અકળાયેલા પરિજનોએ અને ડોક્ટર વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા હોય તેવા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. (Navsari Civil Hospital Video viral)
આ પણ વાંચો અમરેલીમાં મોતિયાના ઑપરેશન બાદ આડઅસર,આંકડો છુપાવવા ધમપછાડા
શું હતો સમગ્ર મામલો સિવિલ હોસ્પિટલમાં ગતરાત્રે પાણીમાં ડૂબી જતી બચાવાયેલી મહિલાને 108 મારફત સિવિલ લાવવામાં આવી હતી. જેમાં ઇમર્જન્સી વિભાગમાં પહેલેથી જ અન્ય દર્દીઓની સારવાર કાર્યરત હતી. જે અંતર્ગત પોલીસે પણ પોતાની પૂછતાજ શરૂ કર્યા બાદ ડોક્ટરે પોતાની સારવારની પ્રક્રિયા શરૂ કરતાં જ અકળાયેલા પરિજનોએ દર્દીને સારવાર આપવામાં મોડું કેમ થયું છે. તેને લઈને RMO ડોક્ટર સાથે બોલાચાલીના વિડીયો કોઈક વ્યક્તિ દ્વારા બનાવાયો હતો. ત્યારબાદ પરિજનોએ પોતાના દર્દીને ખાનગી હોસ્પિટલ લઈ જતા હોય તેવું વીડિયોમાં જોઈ શકાય છે. (doctor and patient Brawl for emergency treatment )
કોઈ ફરીયાદ નોધવામાં આવી નથી સિવિલ હોસ્પિટલમાં બોલાચાલી થયા બાદ દર્દીના પરિવારજનો દર્દીને એમ્બ્યુલન્સમાં અન્ય હોસ્પિટલમાં લઈ જતા પણ જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છેે કે, ગતરાત્રિએ બનેલી આ ઘટના અંગે દર્દીના પરિવારજનો કે તબીબ દ્વારા કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. (Navsari Civil Hospital doctor and patient Brawl)