ETV Bharat / state

Navsari Bjp : નવસારી આમ આદમી પાર્ટીમાં ભંગાણ, પ્રમુખ સહિત 100 ભાજપમાં જોડાઇ ગયાં - બીલીમોરા આમ આદમી પાર્ટી

લોકસભાની ચૂંટણી પહેલા નવસારી જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ પડ્યું છે. બીલીમોરા આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સીતારામ પ્રજાપતિ પોતાના 100 જેટલા સમર્થકો સાથે ભાજપમાં જોડાઇ ગયાં છે.

Navsari Bjp  : નવસારી આમ આદમી પાર્ટીમાં ભંગાણ, પ્રમુખ સહિત 100 ભાજપમાં જોડાઇ ગયાં

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 6, 2024, 6:47 PM IST

ભાજપ વધુ મજબૂત

નવસારી : બીલીમોરા ખાતે ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠકમાં ધારાસભ્ય નરેશ પટેલ અને જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહ સહિત ઉપસ્થિત આગેવાનોની હાજરીમાં આપ બીલીમોરાની ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકસભા ચૂંટણી પહેલા નવસારી જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં આ મોટું ભંગાણ પડ્યું છે. બીલીમોરા આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સીતારામ પ્રજાપતિ તેમના 100 સમર્થકો સહિત કેસરિયો ધારણ કર્યો હતો.

ભાજપની કારોબારી મીટીંગ : લોકસભા ચૂંટણીઓ ટૂંક સમયમાં યોજાનારી છે ત્યારે પક્ષપલટાની શરૂઆત થઈ ગઈ છે. જેના ભાગરૂપે બીલીમોરાના આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સહિત 100 જેટલા તેમના સમર્થકોએ આજે ધારાસભ્ય નરેશ પટેલ અને જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહ સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં ભગવો ધારણ કર્યો હતો. આજરોજ બીલીમોરા ભાજપની કારોબારી મીટીંગ યોજાઇ હતી જેમાં ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ બીલીમોરાના પ્રમુખ વિજયભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આજરોજ બીલીમોરા ભાજપની કારોબારી બેઠકમાં બીલીમોરા આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સીતારામ પ્રજાપતિ સહિત તેમના 100 જેટલા સમર્થકોએ કેસરિયો ધારણ કર્યો હતો. જેને લઈને અમારી પાર્ટી ઓર મજબૂત બનશે અને જે અમારું લક્ષ્યાંક છે તેમાં અમને સરળતા પડશે. નવસારી જિલ્લાના અન્ય આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાવા માટે પ્રયાસ કરી રહ્યા છે અને અમારા લોકોના સંપર્કમાં પણ છે. જેઓને અમે યોગ્ય સમયે પ્રવેશ આપીશું..ભુરાલાલ શાહ ( નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ )

સામી ચૂંટણીએ પક્ષપલટા શરુ : લોકસભાની ચૂંટણી ટૂંક સમયમાં યોજાનારી છે ત્યારે નવસારી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપના અધ્યક્ષ અને નવસારીના સાંસદ સીઆર પાટીલને જંગી બહુમતીથી જીતાડવા માટેના તમામ પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે આજરોજ બીલીમોરા ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠકમાં બીલીમોરા આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સીતારામ પ્રજાપતિ અને તેમના 100 જેટલા સમર્થકો દ્વારા ભાજપમાં જોડાયા છે. ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહ અને શહેર પ્રમુખ વિજય પટેલની ઉપસ્થિતિમાં સીતારામ પ્રજાપતિ સહિત તેમના 100 જેટલા સમર્થકોને ભાજપનો ખેસ ધારણ કરાવવામાં આવ્યો હતો. લોકસભા ઇલેક્શનની સામે જ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સહિત 100 લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ થયું છે જે આવનારી લોકસભામાં મહત્વનું પાસું સાબિત થશે.

  1. INDIA bloc : 'ઈન્ડિયા બ્લોક' લોકસભા ચૂંટણીમાં 400 બેઠક પર ભાજપને આપશે ટક્કર
  2. ભાજપ દ્વારા પક્ષને વધું મજબુત બનાવવા માટે સ્ક્રીનિંગ કમિટી બનાવાઇ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.