ETV Bharat / state

Navsari News : ફાર્મ હાઉસમાં મ્યુઝિક સાથે દારૂની નાઈટ પાર્ટી પોલીસે ચાલવા ન દીધી, છ નબીરાઓની ધરપકડ - Gandeva village farm house Alcoholic party

નવસારી જિલ્લાના ગણદેવા ગામે ફાર્મ હાઉસમાં મોડી રાત્રે મ્યુઝિક-ડાન્સ સાથે દારૂની મહેફિલ માણી રહેલા નબીરાઓ પકડાયા છે. ગણદેવી પોલીસે દરોડા પાડી દેશી બનાવટના ઇંગ્લિશ દારૂ, લક્ઝરી કાર સાથે 22,80,000નો મુદ્દામાલ ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Navsari News : ફાર્મ હાઉસમાં મ્યુઝિક સાથે દારૂની નાઈટ પાર્ટી પોલીસે ચાલવા ન દીધી, છ નબીરાઓની ધરપકડ

author img

By

Published : May 16, 2023, 8:21 PM IST

ગણદેવા ગામે ફાર્મ હાઉસમાં મોડી રાત્રે મ્યુઝિક-ડાન્સ સાથે દારૂની મહેફિલ માણી રહેલા નબીરાઓ પકડાયા

નવસારી : ગણદેવા ગામે ફાર્મ હાઉસમાં ઊંચી બ્રાન્ડની દારૂની લેટ નાઈટ પાર્ટીમાં પોલીસે રંગમાં ભંગ પાડ્યો છે. પોલીસે દારૂની મહેફિલ માણી રહેલા કુલ છ નબીરાઓની ધરપકડ કરી છે. પોલીસને સ્થળે પરથી મોંઘી દારૂની બાટલીઓ, બિયરના ટીન, દારૂ, ત્રણ લક્ઝરી કાર અને સાઉન્ડ સિસ્ટમ મળી 22.80 લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ઘરી છે.

શું હતો સમગ્ર મામલો : ગુજરાતમાં સર્વત્ર દારુબંધી અમલમાં છે, ત્યારે દમણની નજીક આવેલા નવસારી જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા અવારનવાર મોટી માત્રામાં દારૂ ઝડપી પાડવામાં આવે છે. તેમ છતાં દારૂ પીનારાઓ કાયદાની પરવા કર્યા વગર બેફામ દારૂ પી રહ્યા છે. એવા જ એક બનાવમાં ગણદેવી તાલુકાના ગણદેવા ગામે આવેલા એક ફાર્મ હાઉસમાં મહેફિલ માણતા સુરતના છ નબીરાઓને ઝડપી પાડ્યા છે. ગણદેવી પોલીસે બાતમીને આધારે ઝડપી પાડી ફાર્મ હાઉસમાં ચાલી રહેલી મહેફિલમાંથી ઊંચી બ્રાન્ડના દારૂ સાથે 43,300નો દારૂ અને 20 લાખ રૂપિયાની કિંમતની ત્રણ લક્ઝરી કાર અને સાઉન્ડ સિસ્ટમ મળી 22 લાખ 80 હજારનો કુલ મુદ્દામાલ કબજે કર્યો છે.

ગણદેવાના હટવાળા ફળિયાના ફાર્મ હાઉસમાં રાત્રિ દરમિયાન પાંચથી છ શખ્સો દારૂની મહેફિલ માણતા હતો. મોટા અવાજે મ્યુઝિક સિસ્ટમ વગાડી ડાન્સ કરતા હોય એવી માહિતી મળતા ગણદેવી પોલીસ છાપો માર્યો હતો. જેમાં છ શખ્સો સહિત મોંઘી બ્રાન્ડનો દારૂ, લક્ઝરી કાર અને મ્યુઝિક સિસ્ટમ કબજે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. - એસ.કે. રાય (નાયબ પોલીસ અધિક્ષક)

પકડાયેલા નબીરા : સુરતના દીક્ષિત ચોવટીયા, કૃણાલ ગાબાણી, રાજુ પટેલ, જીગ્નેશ વિઠાણી, મિતેશ ભરોડિયા અને નિકુંજ નાવડીયા નામના કુલ છ નબીરાઓની ધરપકડ કરી જેલને હવાલે કર્યા છે. આ બનાવની વધુ તપાસ ગણદેવી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

Vadodara Crime : વડોદરામાં મહાઠગ હર્ષિલ લીંબચીયા દારૂ પીતો હતો ને ઘર બહાર પોલીસ જાપ્તો તૈનાત, પેરોલ પર જલસાની નવી વાત

Ahmedabad News : એએમટીએસ બસ ટાંક કોન્ટ્રાક્ટરનો બસ ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો

Rajkot News: રાજકોટમાં લાગ્યા પોસ્ટર, દારૂ અહીંયા નહી આગળ મળે છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.