નવસારી : ચોરી કરવા માટે ચોરોની નવસારી પહેલી પસંદ બની ગયું હોય તેમ એક બાદ એક જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ચોરીના બનાવો બનવા પામ્યા છે, ત્યારે ચોર ગેંગ અલગ અલગ દુકાનો, મકાનોને ટાર્ગેટ કરી ચોરીને ઠંડા કલેજે અંજામ આપી રહ્યા છે. નવસારી પોલીસને પડકાર ફેંકતા હોય તેમ ગત દિવસોમાં પણ એક જ રાતમાં 14 દુકાન અને 1 ઘરના તાળા તૂટ્યા હતા, ત્યારે ઠંડી અને અંધારાનો લાભ લઈને ચોરોએ નવસારીના નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા એક શો રૂમમાં રાત્રિ દરમિયાન ચોરોએ ચોરીને અંજામ આપવા માટે પહોંચ્યા હતા.
આ પણ વાંચો : Surat News :રેતી માફિયાઓ સામે ભુસ્તર વિભાગની કડક કાર્યવાહી, 7 બોટ તોડી નાખી
તસ્કરો ખાલી હાથે પાછા ફર્યા : રાત્રીનો સમય હોય અને ઠંડી પણ પોતાની ચરમશીમાએ હોય ત્યારે ચોરી કરવા માટે ચોરોને મોકલું મેદાન મળતું હોય છે. કારણ કે રાત્રિ દરમિયાન લોકોની અવરજવર પણ ઓછી હોવાથી ચોરો પોતાના કામને સિફતથી અંજામ આપતા હોય છે, ત્યારે ચોરોએ અહીં શો રૂમમાં મૂકેલી તિજોરી તોડવાનો પ્રયાસ ચોરોએ કર્યો હતો. ચોરોએ તિજોરી તોડવા માટે ઘણા પ્રયત્નો કર્યા પણ તેઓને નિષ્ફળતા મળી હતી. ચોરોએ તિજોરી તોડવા માટે એક લોખંડના સળિયા જેવા વસ્તુથી તિજોરી તોડવાના ઘણા પ્રયાસો કર્યા હતા, પરતું તિજોરી તૂટી ન હતી અંતે તસ્કરોએ ચોરી કરવા વગર ખાલી હાથે રવાના થવું પડ્યું હતું.
આ પણ વાંચો : Ahmedabad Crime : ચોરી કરતી સસરા જમાઈની જોડી ઝડપાઈ, અનેક ગુનાને સાથે આપ્યો અંજામ
શિયાળામાં વધુ તસ્કરોનો હાથફેરો : ચોરી કરવા આવેલા તસ્કરો તિજોરી તોડવા માટે જે મથામણ કરવી પડી હતી તે દ્રશ્યો CCTVમાં કેદ થયા હતા. સમગ્ર ઘટનાને મામલે શો રૂમના સંચાલક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે CCTVના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, શિયાળામાં તસ્કરો પોલીસ કરતા ચડિયાતા સાબિત થાય છે. અનેક ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે, તેમાં ઘણા ગુનાઓમાં તસ્કરોને પકડવામાં પોલીસ વર્ષો સુધી સફળ થતી નથી, ત્યારે હવે જોવું રહ્યું કે, આ તસ્કર ગેંગને પકડવામાં પોલીસને કેટલી ઝડપે સફળતા મળે છે. સર