ETV Bharat / state

Navsari Agricultural University નિષ્ણાતે દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ડાંગર સહિતના પાક અંગે વિશેષ ટિપ્સ આપી - નવસારી કૃષિ યુનિવર્સિટી

નવસારીના ખેડૂતોએ ચોમાસુ ડાંગરની રોપણી માટે ધરૂવાડિયું વાવવાની તૈયારી કરી છે. ખેડૂતોએ ડાંગર, શેરડી, કંદ પાકો અને શાકભાજીની રોપણી સમયે ચોમાસામાં ( Monsoon ) શું ધ્યાનમાં રાખવું જોઈએ, આવો જાણીએ, નવસારી કૃષિ યુનિવર્સિટીના ( Navsari Agricultural University ) નિષ્ણાત વૈજ્ઞાનિક પાસેથી.

Navsari Agricultural University નિષ્ણાતે દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ડાંગર સહિતના પાક અંગે વિશેષ ટિપ્સ આપી

author img

By

Published : Jul 9, 2021, 7:12 PM IST

  • ખેડૂતોને ગાદી ક્યારા થકી ડાંગરનું ધરૂ ઉછેરી રોપણીની સલાહ
  • શેરડીની રોપણી સાથે લીલો પડવાસ કરવા કૃષિ વૈજ્ઞાનિકોની ભલામણ
  • Navsari Agricultural University નિષ્ણાતે આંતર પાકો તરીકે કંદ પાકો લેવાની સલાહ

    નવસારી : ચોમાસામાં વરસાદની શરૂઆત થતાં જ ધરતીનો તાત વિભિન્ન પાકો લેવા માટેની તૈયારી કરતો હોય છે. નવસારી જિલ્લામાં સૌથી વધુ ડાંગર, શેરડી તેમજ શાકભાજી પાકો થાય છે, ત્યારે નવસારીના ખેડૂતોએ ચોમાસુ ( Monsoon ) ડાંગરની રોપણી ( Rice ) માટે ધરૂવાડિયુ વાવવાની તૈયારી કરી છે. ખેડૂતોએ ડાંગર, શેરડી, કંદ પાકો અને શાકભાજીની રોપણી સમયે ચોમાસામાં શું ધ્યાનમાં રાખવું જોઈએ તે વિશે નવસારી કૃષિ યુનિવર્સિટીના ( Navsari Agricultural University ) વૈજ્ઞાનિકે સલાહ આપી હતી.
    ડાંગર, શેરડી, કંદ પાકો અને શાકભાજીની રોપણી સમયે ચોમાસામાં શું ધ્યાનમાં રાખવું જોઈએ
    નવસારી જિલ્લામાં મુખ્યત્વે ડાંગર, શેરડી અને અલગ-અલગ શાકભાજી પાકો લેવામાં આવે છે

    ડાંગરમાં ગુર્જરી, GNR-3, NAU-R1 અને GMR-7 કરવાની કૃષિ વૈજ્ઞાનિકોની ભલામણ

    નવસારી જિલ્લામાં મુખ્યત્વે ડાંગર, શેરડી અને અલગ-અલગ શાકભાજી પાકો લેવામાં આવે છે. જેમાં ખાસ કરીને અંદાજે એક લાખ હેકટર જમીનમાં ડાંગરની ખેતી થાય છે. જિલ્લામાં નહેર આધારિત ખેતી સાથે આદિવાસી પટ્ટાના ગામડાઓમાં ખેડૂતો વરસાદ આધારિત ખેતી પર નભતા હોય છે, ત્યારે વરસાદની શરૂઆત થતાં જ નવસારીના ખેડૂતો ડાંગરની રોપણીની તૈયારીમાં પડ્યાં છે.

જેમાં પરંપરાગત રીતે ડાંગરના ધરૂ કરવાને બદલે ગાદી ક્યારા દ્વારા ધરૂવાડિયું વાવી, ખેતરમાં સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરી, વાવણીની તૈયારી કરવા Navsari Agricultural University ના કૃષિ નિષ્ણાતોની સલાહ છે. નવસારી જિલ્લામાં પૌવા ઉદ્યોગ વિકસ્યો છે, ત્યારે કૃષિ યુનિવર્સિટી દ્વારા ડાંગરમાં આપવામાં આવેલ ગુર્જરી અને વિશેષ GNR 3 જાત સારૂં ઉત્પાદન આપી જાય છે. આ ઉપરાંત NAU-R1, GMR-7 કોલમ પ્રકારની જાત છે જે દક્ષિણ ગુજરાતમાં થઇ શકે છે.

આ પણ વાંચોઃ તાપી જિલ્લા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખેડૂતો માટે નવાં કોર્સ શરૂ કરાયાં

દક્ષિણ ગુજરાતમાં કંદ પાકો અને શાકભાજી માટેની વાવણીનો પણ સમય

Navsari Agricultural University દ્વારા ડાંગર સાથે શેરડી કરતાં ખેડૂતોને આ સિઝનમાં લીલો પડવાસ કરવાની ભલામણ કરવામાં આવી છે. જેના થકી જમીનની ફળદ્રુપતામાં વધારો થતાં ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં રોપણી થઇ શકે અને ઉત્પાદન સારૂં મેળવી શકાય. દક્ષિણ ગુજરાતમાં કંદ પાકો પણ સારા પ્રમાણમાં થાય છે. જેના માટે ટિશ્યૂકલ્ચર રોપાનો પણ ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે. જ્યારે કંદ પાકોમાં રતાળુ કંદ, શક્કરિયા, સુરણ, હળદર, આદુને આંતરપાક તરીકે લેવાની પણ સિઝન શરૂ થઈ છે. સાથે શાકભાજી પાકોમાં પણ રીંગણ, ભીંડાની વૈજ્ઞાનિક ઢબે કરેલી ખેતી ખેડૂતોને સારો ફાયદો આપી શકે છે.

આ પણ વાંચોઃ Rainfall forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ હળવો વરસાદ, 10 જુલાઈ પછી ભારે વરસાદ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.