ETV Bharat / state

Monsoon 2023 : નવસારી-વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, તમામ ટીમો એલર્ટ મોડ પર - વલસાડમાં અતિભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. જેને લઈને સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. વરસાદના વાતાવરણને લઈને તમામ ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

Monsoon 2023 : નવસારી-વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, તમામ ટીમો એલર્ટ મોડ પર

author img

By

Published : Jun 27, 2023, 7:09 PM IST

નવસારી : નવસારી અને વલસાડ જિલ્લામાં તારીખ 28થી 30 જૂન દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે. તંત્ર દ્વારા ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા NDRF ડિપ્લોયમેન્ટ પ્લાન તૈયાર છે. ચોમાસાના વાતાવરણને લઈને SEOC, ગાંધીનગર ખાતે રાહત કમિશનરની અધ્યક્ષતામાં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. વરસાદને લઈને રાજયમાં 206 જળાશયો પૈકી 06 જળાશય હાઈ એલર્ટ, 03 એલર્ટ, 01 વોર્નિંગ પર છે.

માર્ગદર્શન અને સૂચનો : રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી રાહત કમિશનર દ્વારા તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.

અતિ ભારે વરસાદની આગાહી : આ બેઠકમાં IMDના અધિકારી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, ચાલુ સપ્તાહ દરમિયાન સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. તારીખ 28થી 30 દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે. સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે, રાજ્યમાં 206 જળાશયો પૈકી 06 જળાશય હાઈ એલર્ટ, 03 એલર્ટ, 01 વોર્નિંગ પર છે.

બેઠકમાં કોણ કોણ ઉપસ્થિત રહ્યા : NDRF અને SDRF ના અધિકારી દ્વારા જણાવેલ છે કે, ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડિપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે અને તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. આ બેઠકમાં GSDMA, CWC, કૃષિ, આરોગ્ય, ફોરેસ્ટ, બાયસેગ, જી.એમ.બી.,પંચાયત, કોસ્ટ ગાર્ડ, ઈસરો, ઉર્જા, ફીશરીઝ, માર્ગ અને મકાન, GSRTC, એરફોર્સ, ફાયર, યુ.ડી.ડી., ICDS, પશુપાલન, BSF, અન્ન અને નાગરિક પુરવઠા અને માહિતી વિભાગના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  1. Valsad News: અનોખી પરંપરા, સારા પાક અને વરસાદ માટે વરસાદી દેવની પૂજા
  2. Valsad News : સંજાણમાં પહેલા વરસાદમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું, રેલવેની માટી અટકાવવા પ્લાસ્ટિક પાથર્યું, 10 કલાકમાં 3 અકસ્માત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.