નવસારી: ગુજરાતમાં ભાજપના ઐતિહાસિક વિજય બાદ મંદિરમાં મોદીના ભજન કીર્તન ગવાયા હતા અને સ્થાનિકો સાથે એનઆરઆઈ ભારતીઓએ પણ સુરતાલ સાથે મોદીના ભજન ગાયા (Modi Modi Bhajan sang by NRI at Navsari temple) હતા.ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં(Gujarat assembly elections)વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચારનું નેતૃત્વ પોતાના હાથમાં લઇ આખા ગુજરાતમાં રોડ શો અને સભાઓ યોજી મતદારો ભાજપને જંગી બહુમતીથી જીત અપાવે તેવા પ્રયાસો કર્યા હતા ત્યારે પ્રજાએ પણ આ વખતે ભાજપને ફરી સત્તાના સિંહાસન પર બેસાડી છે. આ વખતે 156 સીટો પર પ્રજાએ ભાજપ પર વિશ્વાસ મૂકી ઐતિહાસિક જીત અપાવી છે.
નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કડી મહેનતને બિરદાવા માટે ગણદેવી તાલુકાના માછીયા વાસણ ગામે રાધાકૃષ્ણ મંદિરમાં ગામ લોકો અને સાથે વિદેશથી આવેલા એન.આર.આઈ ભારતીઓએ સુર-તાલ અને મંજીરાના તાલે મોદીના નામના ભજન કીર્તન ગાયા હતા. મોદીના નામના ભજન ગાવામાં આવતા હતા. લોકોમાં કુતુહલ જાગ્યું છે, શું દક્ષિણ ગુજરાત મોદીનું ઘર માનવામાં આવે છે ત્યારે આ વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા એ હદે લોકો પર સવાર થઈ છે કે હવે લોકો ધાર્મિક મંદિરોમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કીર્તનો ગાતા થઈ ગયા છે.