કેવડીયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલ લારી ગલ્લા તંત્ર દ્વારા હટાવવાની કામગીરી શરૂ કરાતા જ વિવાદ જોવા મળી રહ્યો છે. આદિવાસીઓ બેરોજગાર બની જવાના આક્ષેપ સાથે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા નિગમનાં ચેરમેન રાજીવ ગુપ્તાને અંગ્રેજ ગણાવ્યા હતા અને વિરોધ નોધાવ્યો હતો.
આ બાબતે ઝઘડિયાના ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્ય છોટુ વસાવાએ પણ વિરોધ નોધાવ્યો છે. છોટુ વસાવાએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું કે સરકાર આદિવાસીઓને હટાવી વિદેશી કંપનીને લાવવા માંગે છે, સરકાર દ્વારા સમગ્ર ટ્રાયબલ વિસ્તારને બાનમાં લેવાયો છે અને સરકારની નીતિ આદિવાસી વિરોધી છે. જેનો તેઓ દ્વારા વિરોધ કરવામાં આવે છે.