ETV Bharat / state

Mahadev Desai dies In Navsari: વાંચે ગુજરાતના પ્રણેતા અને જાણીતા આર્કિટેક્ટ મહાદેવ દેસાઈનું હૃદયરોગના હુમલાથી નિધન - ઓરો યુનિવર્સિટી સુરત

મહાદેવ દેસાઈનું હાર્ટએક (Mahadev Desai dies In Navsari)ના કારણે આજે નિધન થયું છે. મહાદેવ દેસાઈ જાણીતા શિક્ષણવિદ, આર્કિટેક્ટ અને વાંચે ગુજરાતના પ્રણેતા હતા. તેમણે વર્ષ 2002માં શ્રેષ્ઠ વાચક સ્પર્ધા યોજી શાળાના વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રૂચિ જગાવી હતી.

Mahadev Desai dies In Navsari: વાંચે ગુજરાતના પ્રણેતા અને જાણીતા આર્કિટેક્ટ મહાદેવ દેસાઈનું હૃદયરોગના હુમલાથી નિધન

author img

By

Published : Jan 27, 2022, 10:27 PM IST

નવસારી: નવસારીમાં વર્ષોથી શિક્ષણ (Education In Navsari)માં અલગ જ અલખ જગાવનારા શિક્ષણવિદ્દ અને વાંચે ગુજરાતના પ્રણેતા (Pioneer Of Vanche Gujarat) મહાદેવ દેસાઈનું આજ હાર્ટએટેક (Mahadev Desai Dies From Heart Attack)થી 68 વર્ષની વયે નિધન થયું છે. મહાદેવ દેસાઈના નિધનથી નવસારી અને ગુજરાતના શિક્ષણ જગતમાં શોક વ્યાપી ગયો છે. 1985માં નવસારીની ઐતિહાસિક શ્રી સયાજી વૈભવ લાઇબ્રેરી (Sayaji Vaibhav Library Navsari) સાથે જોડાયા બાદ નવસારીના આર્કિટેક્ટ મહાદેવ દેસાઈ (Navsari Architect Mahadev Desai) લાઈબ્રેરીને જીવંત કરવા સાથે બાળકોમાં વાંચન ભૂખ ઊભી થાય એના સતત પ્રયાસો કરતા રહ્યા હતા.

મહાદેવ દેસાઈના નિધનથી નવસારી અને ગુજરાતના શિક્ષણ જગતમાં શોક વ્યાપી ગયો છે.

2002માં શ્રેષ્ઠ વાચક સ્પર્ધા યોજી

મહાદેવ દેસાઈના પ્રયાસોથી લાઇબ્રેરીમાં 'મને ગમતું પુસ્તક' વાર્તાલાપ શરૂ થયો અને ત્યારબાદ વર્ષ 2002માં શ્રેષ્ઠ વાચક સ્પર્ધા (Best Reader Competition By Mahadev Desai) યોજી શાળાના વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રૂચિ જગાવી હતી. જેના 2 વર્ષ બાદ ફરી શ્રેષ્ઠ વાચક સ્પર્ધા 'મારા રોલ મોડેલ' થીમ પર કરી હતી, જેમાં અલગ-અલગ ક્ષેત્રોના શ્રેષ્ઠ વ્યક્તિત્વની ઝાંખી આપતું પુસ્તક 'ચાલો જીવન બદલીયે' પ્રકાશિત કરી વિદ્યાર્થીઓને તેમના રોલ મોડલ પસંદ કરવા અને તેમના જેવું વ્યક્તિત્વ બનાવવાની પ્રેરણા આપી હતી.

શાળાના વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રૂચિ જગાવી હતી.

આ પણ વાંચો: વાપી નજીક નામધામાં બિરાજમાન છે દેવાધિદેવ ગુપ્તેશ્વર મહાદેવ

રાષ્ટ્રીય કક્ષાએ નામાંકિત આર્કિટેક્ટમાનાં એક હતા

આ સ્પર્ધાના સમાપનમાં તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો સાથે ગોષ્ઠિ પણ કરી હતી. ત્યારબાદ નરેન્દ્ર મોદીએ નવસારીની ઐતિહાસિક લાઇબ્રેરીમાંથી ઉઠેલા વાંચનના તરંગને સમગ્ર ગુજરાતમાં ઝણઝણતું કર્યું અને ગુજરાતમાં 'વાંચે ગુજરાત' (The beginning of Vanche Gujarat)નો પ્રારંભ થયો. મહાદેવ દેસાઈએ અમૃતસર એરપોર્ટ, ગોવા એરપોર્ટ કોલોની જેવા પ્રોજેક્ટ કર્યા હતા. મહાદેવ દેસાઈ વાંચનની પ્રવૃત્તિ સાથે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ નામાંકિત આર્કિટેક્ટ (Renowned architect at state and national level In India)માનાં એક હતા. તેમણે અમૃતસર એરપોર્ટ, ગોવા એરપોર્ટ કોલોની, ITI ખડગપુર જેવા અનેક પ્રોજેક્ટ સફળતાપૂર્વક કર્યા હતા. સાથે જ તેઓ સુરત ખાતે શરૂ થયેલી ઑરો યુનિવર્સિટી (Auro University surat)ના પાયાના શિલ્પી રહ્યા હતા.

મહાદેવ દેસાઈએ અમૃતસર એરપોર્ટ, ગોવા એરપોર્ટ કોલોની જેવા પ્રોજેક્ટ કર્યા હતા.

આ પણ વાંચો: Navsari Municipal Corporation: આદિવાસી સંગઠનની માંગણી સામે ધરણાં બાદ ઝૂકી નગરપાલિકા, 3 પરિવારોના તોડી પાડ્યાં હતા ઘર

સમાજ ઉત્થાન માટે મહત્વનું યોગદાન આપ્યું

તેઓ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની અનેક સંસ્થાઓમાં પણ જોડાયેલા હતા. ગુજરાત સરકારની શિક્ષણ સમિતિ (Education Committee of Gujarat Government) સહિત ગાંધીજીની 150મી જન્મજયંતિની રાષ્ટ્રીય સમિતિ, દિલ્હીમાં રાજઘાટની સમિતિમાં પણ તેઓ સભ્ય તરીકે કાર્યરત હતા. મહાદેવ દેસાઈએ અનાવિલ સમાજને એક કરી, સમાજ ઉત્થાન માટે પણ મહત્વનું યોગદાન આપ્યું હતુ.

મહાદેવ દેસાઈના નિકટના જયપ્રકાશ મહેતાએ વાગોળ્યા સંસ્મરણો

શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે અગ્રેસર રહેનારા મહાદેવ દેસાઈના અવસાનથી નવસારી અને ગુજરાતના શિક્ષણજગતને મોટી ખોટ પડી છે. મહાદેવ દેસાઈના પુત્ર કર્ણ દેસાઈ અમેરિકા હોવાથી તેમના આવ્યા બાદ શુક્રવારે તેમની અંતિમ ક્રિયા થશે. મહાદેવ દેસાઈ સાથે છેલ્લા 25 વર્ષોથી સયાજી વૈભવ લાયબ્રેરીના સહયોગી એવા એમના મિત્ર જયપ્રકાશ મહેતાએ એમની વિદાય થતા તેમની સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.