નવસારી : ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2018માં રાજ્યમાં લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મહિલા ઉમેદવારોની નિમણૂક મુદ્દે ઉગ્ર વિરોધ થયો હતો. જેમાં 72 દિવસના આંદોલન પછી સરકારે મહિલા ઉમેદવારોની સંખ્યા વધારી નિમણૂક આપી હતી.
નિમણૂક આપ્યા બાદ મહિલા ઉમેદવારોનું મેડિકલ પરિક્ષણ સાથે જ દસ્તાવેજોની ચકાસણી પણ પૂર્ણ થઈ છે, પરંતુ મહિનો વીતવા છતાં નવસારીમાં નિમણૂક પામેલી 72 LRD મહિલા ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવ્યો નથી. જેથી ભવિષ્યની ચિંતા સાથે આજે LRD મહિલા ઉમેદવારોએ જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી વહેલી નિમણૂક આપવાની માંગ કરી હતી. જેમને પોલીસ વડાએ કોરોના કાળ હળવો થતા નિમણૂક પ્રક્રિયાને આગળ ધપાવવાનું આશ્વાસન આપ્યું હતું.