- ટોકન મેળવવા રસીકરણ કેન્દ્ર બહાર આખી રાત લાઇન
- ગણદેવી રેફરલ હોસ્પિટલમાં રસી માટે થોડા દિવસોથી રાતે લાગે છે લાંબી કતારો
- વરસાદી માહોલમાં મચ્છરોનો ત્રાસ સહન કરીને પણ લોકો વેક્સિન માટે લાઈનમાં
- 31 જુલાઈ સુધી વેપારીઓ-ધંધાર્થીઓ માટે ફરજિયાત કરાઈ છે કોરોના રસી
નવસારી : કોરોનાની ત્રીજી લહેર (The third wave of the corona) ની આશંકાને જોતા કોરોના રસીકરણ (Vaccination) પર રાજ્ય સરકાર (State Government) ભાર મૂકી રહી છે. જેમાં પણ ખાસ કરીને વેપારીઓ, ધંધાર્થીઓ માટે 31 જુલાઇ સુધી વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજિયાત કરવામાં આવ્યો છે પરંતુ જિલ્લામાં કોરોનાની રસીના ડોઝ ઓછા આવવાને કારણે લોકોએ લાંબી લાઈન લગાવવી પડે છે. ગણદેવી રેફરલ હોસ્પિટલમાં છેલ્લા થોડા દિવસોથી લોકો આગલે દિવસે રાતથી જ ચંપલો મૂકી કે પોતે હાજર રહીને પોતાનો નંબર લાગી જાય, એવા પ્રયાસ કરે છે. લોકોની સંખ્યા સામે વેક્સિનના ડોઝ (Dosage of the vaccine) ઓછા હોવાને કારણે તેમને નિરાશ થવું પડે છે.
આ પણ વાંચો : પાટણ જિલ્લામાં સુપર સ્પ્રેડરને કોરોના રસી આપવામાં આવી
વેક્સિનના ડોઝ કરતા લોકોની સંખ્યા વધુ
એક તરફ લોકોએ આખી રાત કોરોના વેક્સિનેશન (Vaccination) માટે લાઈનમાં ઉભા રહેવું પડે છે, તો બીજી બાજુ વેક્સિનના ડોઝ (Dosage of the vaccine) ઓછા આવતા હોવાનું રટણ આરોગ્ય વિભાગના અધિકારીઓ કરતા રહે છે. હોસ્પિટલમાં સવારે 7 વાગ્યાથીથી ટોકન આપીને રસીકરણ કરવામાં આવતું હોય છે, પણ લોકો જ માનતા નથી, તેવો રાગ હોસ્પિટલ અધિક્ષકે ગાયો હતો. બીજી તરફ પાલિકા પ્રમુખે શહેરના વેપારીઓ-ધંધાર્થીઓનો સર્વે કરી, એમના માટે વેક્સિનેશનની અલાયદી વ્યવસ્થા કરવાની સાથે હોસ્પિટલને પણ મદદ કરતા હોવાનું જણાવી તંત્રને સાચવવાનો પ્રયાસ કર્યો હતો. ગણદેવીની મુલાકાતે આવેલા ભાજપ યુવા મોર્ચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટે વેક્સિન પુરતા પ્રમાણમાં મળે છે પણ લોકો ખોટા પેનિક સાથે ઉતાવળા થતા હોવાનું વિવાદિત નિવેદન આપ્યું હતુ.
આ પણ વાંચો : વડોદરામાં રસીકરણના આંકડાનું મિસ મેનેજમેન્ટ છતું થયું
આગલા દિવસે કેટલા ડોઝ મળશે તેની જાણ થાય તો લોકોની હેરાનગતિ ઘટે
કોરોના રસીકરણ માટે લાઇન લગાવવા માટે લોકો જ ન સમજતા હોવાની વાતો છે. આરોગ્ય વિભાગ કયા કેન્દ્ર પર કોરોના વેક્સિનના કેટલા ડોઝ મળશે, એ આગલા દિવસે જાહેર કરે તો લોકોને પડતી હાલાકી દૂર થઈ શકે.