ETV Bharat / state

ચીખલી, ગણદેવીની ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન અને રેમડેસિવીર ઇન્જેક્શનની અછત, પ્રાંત અધિકારીને આપ્યુ આવેદનપત્ર - ચીખલી પ્રાંત અધિકારી

નવસારી જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને લઈ વધતા કેસો વચ્ચે ખાનગી હોસ્પિટલોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો જથ્થો મળતો નથી. તેમજ કોરોનાની સારવાર માટે વપરાતું રેમડેસિવીર ઇન્જેક્શન પણ ન અછત છે. આથી ચીખલી અને ગણદેવીની ખાનગી હોસ્પિટલના સંચાલકોએ ચીખલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યુ છે. આ આવેદનપત્રમાં ઓક્સિજન અને ઇન્જેક્શનની વ્યવસ્થા સુચારૂ કરવા માંગણી કરી હતી.

ખાનગી હોસ્પિટલોના સંચાલકોએ ચીખલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યુ

author img

By

Published : Apr 23, 2021, 7:42 AM IST

  • નવસારી જિલ્લામાં કોરોના કેસમાં સત્તત વધારો
  • હોસ્પિટલોમાં રેમડેસિવીર ઇન્જેક્શન અને ઓક્સિજનની અછત
  • જિલ્લાની હોસ્પિટલો થઈ દર્દીઓથી ફુલ, દર્દીઓ ઘરે સારવાર લેવા મજબુર
  • ખાનગી હોસ્પિટલોના સંચાલકોએ ચીખલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યુ

નવસારી: કોરોના વાઈરસે ફરી દેશને પોતાના ભરડામાં લીધો છે, ત્યારે અનેક રાજ્યમાં કોરોનાની સારવાર માટે પુરતી સગવડો અને સારવાર મળી શકતી નથી. ક્યાંક ઇન્જેકશન, ક્યાંક ઓક્સિજન જેવી અનેક સુવિધાઓ અને સારવારનો અબાવ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને લઈ વધતા કેસો વચ્ચે ખાનગી હોસ્પિટલોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો જથ્થો મળતો નથી. તેમજ કોરોનાની સારવાર માટે વપરાતું રેમડેસિવીર ઇન્જેક્શન પણ ન અછત છે. આથી ચીખલી અને ગણદેવીની ખાનગી હોસ્પિટલના સંચાલકોએ ચીખલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યુ છે. આ આવેદનપત્રમાં ઓક્સિજન અને ઇન્જેક્શનની વ્યવસ્થા સુચારૂ કરવા માંગણી કરી હતી.

આ પણ વાંચોઃ નવસારી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતને ટાળવા લગાવાયા 5 ટેન્ક

વધતા કોરોના કેસને લઈ ઈન્જેકશન અને ઓક્સિજનની અછત સર્જાઈ

જિલ્લામાં સતત કોરોનાના કેસોમાં થઇ રહેલા વધારાને કારણે સરકારી હોસ્પિટલો સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ જગ્યા નથી. બધી જ હોસ્પિટલો ફુલ થવાથી કોરોનાના દર્દીઓએ ઘરે રહીને સારવાર લેવી પડી રહી છે. દર્દીઓની સંખ્યા વધતા જિલ્લામાં ફરી ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. જિલ્લામાં ઓક્સિજનનો પ્લાન્ટ ન હોવાથી ખાનગી હોસ્પિટલ સુરત અથવા વલસાડ જિલ્લાના ઓક્સિજન પ્લાન્ટ ઉપર આધાર રાખવો પડે છે. પરંતુ બંને જિલ્લાઓ પોતાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપતા હોવાથી નવસારીની હોસ્પિટલોને પૂરતો જથ્થો કલાકો બાદ મળે છે.

નવસારી હોસ્પિટલોમાં રેમડેસિવીર ઇન્જેક્શન અને ઓક્સિજનની અછત

આ પણ વાંચોઃ રેમડેસીવીરના ઉપયોગ માટે રાજ્ય સરકારે કરી મહત્વની જાહેરાત, જુઓ આ અહેવાલમાં

ખાનગી હોસ્પિટલોના સંચાલકોએ ચીખલી પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યુ

આવી પરિસ્થિતિમાં પણ ઘણીવાર ગાડીઓ જપ્ત કરી લેતા સંચાલકોના જીવ અદ્ધર થઈ જાય છે. બીજી તરફ જિલ્લામાં રેમડેસિવીર ઇન્જેક્શનની પણ મોટી અછત વર્તાઈ રહી છે. સિવિલ હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલોને દર્દીઓના દસ્તાવેજોની લાંબી પ્રોસેસ બાદ જરૂરિયાતની સામે 10 થી 25 ટકા ઇન્જેક્શન મળે છે, જેથી કોરોના દર્દીઓની સારવાર અધૂરી રહે છે. ત્યારે ફરી એક વખત ગણદેવી અને ચીખલી તાલુકાની ખાનગી હોસ્પિટલોના સંચાલકોએ ચીખલી પ્રાંત અધિકારી ડી. ડી. જોગીયાને આવેદનપત્ર આપ્યુ છે. ખાનગી હોસ્પિટલોમાં સમય પર ઓક્સિજન મળી રહે તે માટે જિલ્લા કલેકટર સ્તરેથી વલસાડ અને સુરત જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં રેમડેસિવીર ઇન્જેક્શનની જેટલી જરૂરિયાત છે તે મુજબ ઇન્જેક્શન મળી રહે એવી માંગણી કરી હતી. જેની સામે પ્રાંત અધિકારીએ ઓક્સિજન મુદ્દે પુરવઠા અધિકારી અને ઇન્જેક્શન મુદ્દે જિલ્લા કલેકટર ઉપર ખો આપી દીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.