ETV Bharat / state

Leopard News: વાંસદાના ખાંભલા ગામે દીપડાએ ત્રણ ઈસમો પર હિંસક હુમલો કર્યો

નવસારીમાં આવેલા વાંસદાના ખાંભલા ગામે દીપડાએ ત્રણ ઈસમો પર હિંસક હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. વારંવાર સિંહ અને દીપડાના આંટાફેરા કારણે માણસો કંટાળી ગયા હતા. ફરી વાર હિંસક હુમલો કર્યો છે.

author img

By

Published : Apr 13, 2023, 1:39 PM IST

Leopard News: વાંસદાના ખાંભલા ગામે દીપડાએ ત્રણ ઈસમો પર હિંસક હુમલો કર્યો
Leopard News: વાંસદાના ખાંભલા ગામે દીપડાએ ત્રણ ઈસમો પર હિંસક હુમલો કર્યો
વાંસદાના ખાંભલા ગામે દીપડાએ ત્રણ ઈસમો પર હિંસક હુમલો કર્યો

નવસારી: જંગલોના નિકંદનને કારણે વન્ય પશુઓ ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ આગળ વધી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે નવસારી જિલ્લાની તો નવસારી જિલ્લાને અડીને આવેલા ડાંગ જિલ્લામાંથી વન્ય પશુઓ ધીરે ધીરે નવસારી જિલ્લાની હદમાં પ્રવેશી હવે શહેરો તરફ આગળ વધી રહ્યા છે. કારણ કે વન્ય પશુઓને પાણી અને ખોરાક નવસારી જિલ્લામાં મળી રહેતા અવારનવાર દીપડા જેવા હિંસક પશુઓ નવસારી જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં જોવા મળે છે.

શેરડીની ખેતિમાં નિવાસઃ નવસારી જિલ્લામાં વધુ માત્રામાં શેરડીની ખેતી થતી હોય શેરડીઓની વચ્ચે દીપડાઓ પોતાનું નિવાસસ્થાન બનાવતા હોય છે. કારણ કે ઊંચા ખેતરોની વચ્ચે તે લોકો પોતે અને પોતાના પરિવારને સુરક્ષિત માને છે. તો બીજી તરફ આ વિસ્તારમાં નદી કે કોતરો પાણીના માટે મહત્વના સાબિત થાય છે. ખોરાક માટે દીપડાઓ જંગલી ભૂંડનો શિકાર કરતા હોય છે અને જંગલી ભૂંડ પણ ખેતરોમાં મળી આવતા હોય છે.

આ પણ વાંચો Navsari mock drill: નવસારી જિલ્લાના 52 કિલોમીટરના દરિયા કિનારે મોકડ્રિલ યોજાઈ

દિપડાઓ વધુ પ્રમાણમાં: વાંસદા તાલુકામાં ખાસ કરીને દિપડાઓ વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે. કારણ કે નવસારી અને ડાંગ જિલ્લાની સરહદ અડીને આવેલી હોય ડાંગ જિલ્લામાંથી પણ દિપડાઓ નવસારી જિલ્લાની હદમાં પોતાનો વસવાટ કરવાનો અને પોતાનો આશ્રયસ્થાન અહીં માફક આવ્યું હોય તેમ વાંસદા અને ચીખલી તાલુકામાં દિપડાઓની દેખાદેવીએ રોજબરોજની ઘટના બનતી જાય છે. થોડા દિવસ અગાઉ વાસદા તાલુકાના ઉપશળ ગામે વન વિભાગ દ્વારા દીપડીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વાંસદા તાલુકાના ઉપસડ ગામે જંગલ વિસ્તારમાંથી ઉપશળ ગામના દુકાન ફળિયામાં ખોરાકની શોધમાં દિપડી શેરડીના ખેતરમાં આવી ચડી હતી.

ભયના માહોલમાં: ગ્રામ્ય વિસ્તારના ગ્રામિણો પણ ભયના માહોલમાં જીવી રહ્યા છે. પોતાની અને પોતાના ઢોરોની ચિંતામાં વધારો થયો છે. તો બીજી તરફ વન વિભાગ દ્વારા પાંજરું તો મૂકવામાં આવશે. દિપડો પાંજરે પુરાશે પણ ખરો. પરંતુ આનો કાયમી ઉકેલ આવે તેવા કોઈ પગલાં લેવાય એવી ગ્રામજનો આશ માંડી બેઠા છે. બીજી તરફ વાસદા વન વિભાગના અધિકારી આર. એફ.ઓ જે બી રાઠોડ જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, વાંસદા વન વિભાગની ટીમ દ્વારા આ દીપડાને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી પાંજરા પણ ગોઠવી દેવામાં આવ્યા છે. હુમલામાં ઈજાગ્રસ્ત રમેશભાઈ ચૌધરી ના જણાવ્યા મુજબ અમે ખેતરમાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન દીપડાએ અચાનક અમારા પર હુમલો કર્યો હતો જેથી અમે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચો Navsari News : નવસારીની લક્ષ્ય સ્કૂલને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નોટિસ, મંજૂરી વગર શિક્ષણનો ધંધો શરુ

દેખા દેવાની ઘટના: દીપડાઓનો ગ્રામ્ય વિસ્તારોમાં અવાર નવાર દેખા દેવાની ઘટના દિવસ અને દિવસે વધતી જાય છે. પરંતુ કોઈક વાર દીપડાઓ દ્વારા સ્થાનિકો પર હુમલાની ઘટના પણ સામે આવતી હોય છે. થોડા દિવસ અગાઉ પણ વાંસદા તાલુકાના ખાંભલા ગામે કદાવર દીપડાએ ત્રણ ઇસમો ઉપર હિંસક હુમલો કર્યો હતો. ખાંભલા ગામે દિવસ દરમિયાન પોતાના ખેતરમાં કામ કરી રહેલા ઇસમો પર ખોરાકની શોધમાં ખેતરોમાં આવી ચઢેલા કદાવર દીપડાએ ત્રણ લોકો પર હિંસક હુમલો કર્યો હતો. હુમલો એટલો ભયાનક હતો કે ગામમાં દહેશતનો માહોલ ઊભો થયો હતો. દીપડા એ કરેલા હુમલામાં ઈજાગ્રસ્ત તમામ લોકોને વાંસદાની કોર્ટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તો બીજી તરફ સમગ્ર ઘટનાની જાણ વાસદા વન વિભાગની ટીમને કરતા વન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી હતી. દીપડાને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.