નવસારી જિલ્લાની જીવાદોરી સમાન કેલિયા ડેમની જળ સપાટી 111,95 મીટર પહોંચી હતી. જેની ઓવરફ્લો સપાટી 113,40 મીટર થતા પાણીની આવક 1307 ક્યુસેક જેટલી થઇ છે. જ્યારે જૂજ ડેમની જળ સપાટી 167,50 મીટરે પહોંચી હતી. તેમજ ઓવરફ્લો સપાટી 167,85 મીટર થતા પાણીની આવક 1500 ક્યુસેક જેટલી નોંધાઈ છે.
જેને લઇ નવસારી જિલ્લામાંથી પસાર થતી અંબિકા ,કાવેરી નદીમાં સ્તર વધતા જિલ્લાના વાંસદા, ચિખલી, ગણદેવી તાલુકાના 23 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ જિલ્લા કલેક્ટર દ્વારા 23 ગામોના લોકોને નદી કિનારા નજીક ન જવાની ચેતવણી પણ આપવમાં આવી છે.