નવસારી : કોરોના વાઇરસના સંક્રમણથી બાળકોને બચાવવા શાળાઓને બંધ રાખવામાં આવી છે, પરંતુ વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે હેતુથી તેમને ઓનલાઈન અભ્યાસનો પ્રયાસ થઈ રહ્યો છે. જેમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને શાળા અને ટ્યુશન બંધ હોવાથી મુશ્કેલી જણાઈ રહી હતી. જેનો નવસારી જિલ્લા શિક્ષણ અધિકારીએ ઉકેલ લઇ આવી અને વિજ્ઞાન પ્રવાહના મુખ્ય વિષયોનો વીડિયો બનાવી અભ્યાસનો નવતર પ્રયોગ શરૂ કરાવ્યો છે.
વીડિયો બનાવી અભ્યાસનો નવતર પ્રયોગ આ તકે અભ્યાસમાં ફિઝીક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને મેથ્સ મુખ્ય 4 વિષયોના 16 વિષય નિષ્ણાંત શિક્ષકોની ટીમ બનાવી નવસારીની સંસ્કાર ભારતી હાઈસ્કુલમાં વીડિયો બનાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેનાથી ધોરણ 11 અને ધોરણ 12ના મળી અંદાજે 4 હજાર વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવાઇ રહ્યો છે. શિક્ષકો વિષય અને પાઠ્યક્રમ મુજબ વીડિઓ બનાવી તેને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા જિલ્લાના છેવાડાના બાળકો સુધી પહોંચાડી માર્ગદર્શન આપી રહ્યાં છે.
શાળાઓ બંધ રહેવા સાથે જ ટ્યૂશનો પણ બંધ છે. જેના કારણે વિજ્ઞાન લઇ કારકીર્દી ઘડવાના સપના જોતા વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા હતા, પરંતુ વિજ્ઞાન પ્રવાહના મુખ્ય 4 વિષયોના નિષ્ણાત શિક્ષકો દ્વારા એક મહીનાથી પીરીયડ અનુસાર જ નાના નાના વીડિયો બનાવી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડતા વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી જ અભ્યાસ કરી રહ્યાં છે. જેના કારણે જાણે શાળામાં પોતાના શિક્ષકો પાસેથી જ જ્ઞાન મેળવી રહ્યાં હોવાની અનુભૂતિ કરી રહ્યાં છે. જેમાં પણ વીડિયોમાં કે વિષયમાં સમજ ન પડે તો ટેલિફોનિક માર્ગદર્શન પણ મળી રહેતાં વિદ્યાર્થીઓનો કોરોનાના કપરા કાળમાં અભ્યાસ અટક્યો નથી અને તેઓ આગામી વર્ષના અભ્યાસમાં જોતરાઈ ગયા છે. અભ્યાસ માટે વીડિયો બનાવતા શિક્ષક વીડિયોમાંથી અભ્યાસ કરતો વિદ્યાર્થી કોરોનાના કારણે શાળાઓ બંધ છે, ત્યારે સરકાર દ્વારા ઓનલાઇન તેમજ ટીવી માધ્યમથી બાળકોને ભણાવવાનું શરૂ કર્યું છે, ત્યારે નવસારી જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને અભ્યાસ અને પરીક્ષાની તૈયારી માટે પૂરતો સમય તેમજ અભ્યાસ મટીરીયલ મળી રહે તેવો પ્રયાસ શિક્ષણ વિભાગ કરી રહ્યો છે.વીડિયોમાંથી અભ્યાસ કરતી વિદ્યાર્થીની