ETV Bharat / state

Indian Railway: મુંબઈ જતી ટ્રેનનું કપલિંગ તૂટ્યું, પ્રવાસીઓ અટવાયા

author img

By

Published : Jan 12, 2023, 10:20 AM IST

નવસારીથી મરોલી વચ્ચે બુધવારે સાંજે મુંબઈ તરફ જતી માલગાડીનું કપલિંગ (Maroli to Navsari Coupling breaks in train) તૂટી જતા ટ્રેન 2 ભાગમાં (Maroli to Navsari Coupling breaks in train) વહેંચાઈ ગઈ હતી. જોકે, આ ઘટનાની જાણ થતાં ટ્રેનનું સમારકામ કરી તેને નવસારી રેલવે સ્ટેશન (navsari railway station) પર લાવવામાં આવી હતી. માલગાડીની ટેકનિકલ ખામીને કારણે અટવાતા 4 ગાડીઓ દોઢ કલાક મોડી પડી હતી.

મરોલી અને નવસારી સ્ટેશનની વચ્ચે ટ્રેનનું કપલિંગ તૂટતા થયા 2 ભાગ, અનેક પ્રવાસીઓ અટવાયા

બુધવારે છૂંટું પડ્યું કપલિંગ

નવસારી ભારતીય રેલવે રેલવે લોકોની જીવાદોરી સમાન છે. લાખો લોકો પોતાના રોજિંદા જીવનમાં નોકરી ધંધા અર્થે આવવા જવા આ રેલવેનો ઉપયોગ કરી પોતાના ગંતવ્ય સ્થાને પહોંચતા હોય છે. તેમાં ખાસ વાત કરવામાં આવે તો મુંબઈ અમદાવાદ રૂટ સૌથી વ્યસ્ત રૂટ હોય છે. આ રૂટ પર પેસેન્જર ટ્રેનો અને ગુડ્સ ટ્રેનો પણ મોટા પ્રમાણમાં દોડતી હોય છે.

આ પણ વાંચો 12 સ્ટેશનમાંથી વડોદરામાં બુલેટ ટ્રેનની કામગીરીનો નજારો નિહાળો

મરોલી અને નવસારી સ્ટેશન વચ્ચે બની ઘટના આ રૂટમાં વાપીથી તાપી વચ્ચે દરરોજ અપડાઉન કરતા લાખો લોકોનો વર્ગ છે. ત્યારે આ રૂટ પર કોઈ ટ્રેન અકસ્માત કે ટ્રેનમાં ક્ષતિ સર્જાય છે ત્યારે મોટો ટ્રાફિક સર્જાતો હોય છે અને મુંબઈ અમદાવાદ રૂટ પર ટ્રેનની લાંબી કતારો જોવા મળે છે. આવી જ એક ઘટના બની છે મરોલી અને નવસારી સ્ટેશનની વચ્ચે.

બુધવારે છૂંટું પડ્યું કપલિંગ બુધવારે મરોલી રેલવે સ્ટેશન અને નવસારી રેલવે સ્ટેશન વચ્ચે અપ લાઈન પર ગુડ્ઝ ટ્રેનનું કપલિંગ છૂટું પડી ગયું હતું. તેના કારણે ટ્રેન 2 ભાગમાં વહેંચાઈ ગઇ હતી. આ ઘટનાની જાણ લોકો, પાઈલટ અને રેલવે ઑથોરિટીને થતા રેલવે સ્ટાફ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. રેલવે સ્ટાફની એક કલાકની જહેમત બાદ ટ્રેનને નવસારી રેલવે સ્ટેશન ત્રણ નંબરના પ્લેટફોર્મ પર લાવવામાં આવી હતી. સાંજના સમયે ગુડ્સ ટ્રેનનું કપલિંગ છૂટું પડતા ઘણી બધી પેસેન્જર ટ્રેન અને ગુડ્સ ટ્રેનને અસર થઈ હતી.

આ પણ વાંચો બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સુરતનો સિંહફાળો, જમીનથી ઉપર કેવી રીતે દોડશે છુકછુક ગાડી જૂઓ

પ્રવાસીઓ અટવાયા મુંબઈ અમદાવાદ જતી શતાબ્દી એક્સપ્રેસ પોતાના નિર્ધારિત સમયથી દોઢ કલાક મોડી પડી હતી. જ્યારે આ સમયે સુરતથી નવસારી વચ્ચે અપડાઉન કરતા ઈન્ટરસિટી એક્સપ્રેસના પેસેન્જર મોટી સંખ્યામાં સુરતથી નવસારી, વલસાડ રિટર્ન આવતા હોય છે. તેવા હજારો પ્રવાસીઓ ટ્રેન ખોટકાતા અટવાયા હતા. બીજી તરફ દેહરાદૂન એક્સપ્રેસને મરોલી અને તવડીની વચ્ચે જંગલ વિસ્તારમાં ઊભી રાખવાની ફરજ પડી હતી. સદનસીબે મોટી જાનહાની થતા અટકી હતી.

કોઈ જાનહાની નહીં આ કપલિંગ તૂટવાની જાણ તાત્કાલિક રેલવે તંત્રને થતાં તે ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. તેના કારણે અનેક પ્રવાસીઓ અટવાઈ ગયા હતા. જોકે, સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નહતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.