ETV Bharat / state

નવસારીમાં છેલ્લા 16 દિવસોમાં કોરોનાના 550 પોઝિટિવ કેસ નોંધાયા

નવસારીમાં કાળઝાળ ગરમી સાથે શરૂ થયેલો એપ્રિલ કોરોનાનો રહ્યો છે. કારણ કે, એપ્રિલના 16 દિવસોમાં જિલ્લામાં કુલ 550 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. આજે સતત બીજા દિવસે 77 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેની સાથે જ જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા 437 પર પહોંચી છે. બીજી તરફ જિલ્લામાં કુલ 188 લોકો સાજા થયા છે. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે કોરોનાને કારણે આજે વધુ એક મોત નોંધાયું છે. જિલ્લામાં કુલ 104 લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યો છે.

નવસારીમાં કોરોનાના કેસ
નવસારીમાં કોરોનાના કેસ
author img

By

Published : Apr 17, 2021, 10:28 AM IST

Updated : Apr 17, 2021, 2:08 PM IST

  • નવસારીમાં ગઇકાલે નવા 77 લોકો થયા કોરોના સંક્રમિત
  • જિલ્લામાં કોરોનાની સારવાર લઇ રહેલા 188 દર્દીઓ થયા સાજા
  • ગણદેવીના માછીમારનું કોરોનાને કારણે થયું મોત

નવસારી : જિલ્લામાં એપ્રિલ મહિનો કોરોનાનો રહ્યો છે. મહિનાની શરૂઆતથી જ કોરોના કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે. જેમાં ગત 15 દિવસોમાં જિલ્લામાં કોરોનાના 473 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં આજે સતત બીજા દિવસે 77 કોરોના પોઝિટિવ કેસો સામે આવતા નવસારીના લોકોમાં ચિંતા વધી છે. જોકે, તેની સામે એપ્રિલના 16 દિવસોમાં કુલ 188 દર્દીઓએ કોરોના સામેની જંગ જીતી છે.

તાત્કાલિક સારવાર વિભાગ
તાત્કાલિક સારવાર વિભાગ

આ પણ વાંચો : રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 8,920 કેસ અને 94 મોત નોંધાયા

જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 104 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા

જિલ્લામાં કુલ 437 એક્ટિવ કોરોના દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. સાથે જ સતત બીજા દિવસે આરોગ્ય વિભાગના ચોપડે ગણદેવીના 42 વર્ષીય માછીમારનું કોરોનાને કારણે મોત થયું છે. જેથી જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 104 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા હોવાના અધિકારીક આંકડો થયો છે. જોકે, તેની સામે કોરોનાથી એપ્રિલ મહિનામાં નવસારીના વિરાવળ સ્મશાન ભૂમિમાં કોરોના હેઠળ મોતને ભેટેલા 129 લોકોના મૃતદેહોના અગ્નિ સંસ્કાર કરાયા છે.

આ પણ વાંચો : કોરોનાને કારણે થયેલા મોતના સરકારી આંકડા અને સ્મશાનમાં અંતિમવિધિ થયેલા મૃતદેહોની સંખ્યા વચ્ચે તફાવત કેમ?

નવસારીમાં એપ્રિલ મહિનામાં નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસો અને કોરોનાને હરાવનારા દર્દીઓની યાદી

તારીખ કોરોના પોઝિટિવકોરોનાને હરાવનાર દર્દી
10804
2183
31617
42005
52006
61714
71503
81923
92707
104119
114715
124820
134418
145803
157517
167714
કુલ550188

Last Updated : Apr 17, 2021, 2:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.