ETV Bharat / state

નવસારીમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ દેખાયો - પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો વિરોધ

દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ લોકોને દઝાડી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ આજે દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો વિરોધ કરી રહ્યો છે. નવસારી જિલ્લામાં પણ કોંગ્રેસે નગરપાલિકાની બહાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

નવસારીમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ દેખાયો

author img

By

Published : Jun 11, 2021, 3:03 PM IST

  • નવસારી નગરપાલિકાની બહાર કોંગ્રેસે કર્યો વિરોધ
  • કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો કર્યો વિરોધ
  • કોંગ્રેસમાં ચાલતો આંતરિક વિખવાદ વિરોધ પ્રદર્શનમાં પણ દેખાયો
  • કોંગ્રેસીઓએ મોદી અને ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા
    કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો કર્યો વિરોધ

નવસારીઃ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલમાં સતત વધી રહેલા ભાવવધારા સામે આજે કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત નવસારી કોંગ્રેસે પણ નગરપાલિકા બહાર ગણ્યાગાંઠ્યા કાર્યકરો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

નવસારી નગરપાલિકાની બહાર કોંગ્રેસે કર્યો વિરોધ

આ પણ વાંચો- પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી કોંગ્રેસે ગાંધીનગરમાં ધરણા કરી વિરોધ પ્રદર્શન કર્યું, પોલીસે કરી અટકાયત

કોંગ્રેસીઓનો વિરોધ 5-10 મિનિટમાં જ સમેટાયો

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દિવસે દિવસે આગ લાગી રહી છે. નવસારીમાં પેટ્રોલ અને ડીઝલ 93 રૂપિયા લિટર નજીક પહોંચ્યા છે ત્યારે સતત વધી રહેલા ભાવવધારા સામે ભારતીય કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો, જેમાં નવસારી કોંગ્રેસના કાર્યકરોએ નવસારી-વિજલપોર નગરપાલિકા બહાર પ્લેકાર્ડ અને પેટ્રોલ પંપની પ્રતિકૃતિ લઈને વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા, પરંતુ કોંગ્રેસીઓનો આંતરિક વિખવાદ વિરોધમાં જોવા મળ્યો અને ગણ્યાગાંઠ્યા કાર્યકરો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. કોંગ્રેસીઓએ નગરપાલિકાથી બહાર નીકળી અંદાજે 5-10 મિનિટમાં જ વિરોધ પ્રદર્શન સમેટી લીધું હતું, જે નવસારીજનોમાં ચર્ચાનો વિષય રહ્યો હતો.

કોંગ્રેસમાં ચાલતો આંતરિક વિખવાદ વિરોધ પ્રદર્શનમાં પણ દેખાયો

આ પણ વાંચો- વલસાડમાં Congress કાર્યકરોએ પેટ્રોલ ડીઝલના ભાવવધારા સામે ધરણા કરતાં પોલીસે ડિટેઇન કર્યા

ક્રૂડનો પ્રતિ બેરલ ભાવ ઓછો, પણ પેટ્રોલ 100 રૂપિયાને પારઃ નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ

ભાવવધારા મુદ્દે નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ નિરવ નાયકે જણાવ્યું હતું કે, હાલ કોવિડની મહામારી ચાલી રહી છે અને હજારો લોકોએ જીવ પણ ગુમાવ્યો છે ત્યારે સરકાર રાહત આપવાને બદલે મોંઘવારી વધારી રહી છે. કોંગ્રેસની મનમોહન સરકારમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ બેરલ દીઠ 115 ડોલર હતા ત્યારે પેટ્રોલ અને ડીઝલ 60 રૂપિયાની નજીક હતા, પરંતુ આજે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ ઓછો છે પણ પેટ્રોલ અને ડીઝલ 100 રૂપિયાની નજીક પહોંચી ગયા છે. આથી સરકાર પેટ્રોલ-ડીઝલનો ભાવ ઘટાડે એવી માગણી ઉચ્ચારી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.