ETV Bharat / state

વાંસદા પોલીસે તસ્કર ટોળકીના ચાર સાગરીતોને ફિલ્મી ઢબે દબોચી લીધા - Theft incident report Template word

વાંસદાના ઓમ નગર સોસાયટીમાં મોડી રાત્રે ચોરીનો બનાવ બન્યો હતો. ચોરી સોસાયટીમાં આવ્યા હોવાની જાણ થતા સ્થનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ આવે તે પહેલા ચોરો ભાગવમાં સફળ રહ્યા હતા. પોલીસે ચોરોનો પીછો કરી તસ્કર ટોળકીના 4 લોકોને દબોચી લીધા છે. Theft incident in Vansda police caught the thieves

વાંસદા પોલીસે તસ્કર ટોળકીના ચાર સાગરીતોને ફિલ્મી ઢબે દબોચી લીધા

author img

By

Published : Aug 23, 2022, 7:10 PM IST

નવસારી વાંસદા તાલુકાના હનુમાનબારી ગામે આવેલી ઓમ નગર સોસાયટીમાં મોડી રાત્રે ચોરીનો બનાવ (Theft incident in Vansda) બન્યો હતો. ચોરોએ સોસાયટીમાં ચોરી કરી રહ્યા હતા તે દરમિયાન સોસાયટીમાં દરવાજો તોડવાનો( police caught the thieves)અવાજ આવી રહ્યો હતો. જેને લઈને પાડોશીઓને શંકા થતા તેઓ સંયમતા દાખવી પોલીસને જાણ કરી હતી. પોલીસ આવવાની ભનક ચોરોને આવી જતા ચોરો ત્યાંથી ભાગી છુટ્યા હતા.

વાંસદામાં ચોરીની ઘટના

આ પણ વાંચો મંદિરની દાનપેટી પણ નથી સલામત, ધોળે દહાડે ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો

પોલીસે ચોરોને ફિલ્મી ઢબે દબોચી લીધા પોલીસે વાંસદા પાસે આવેલા સર્કલ પર નાકાબંધી કરાવી હતી. જેથી ચોરો ફસાતા તેઓને શરણાગતિ સ્વીકારી હતી. પોલીસે આ ચોરોનો પીછો કરી ઝડપી પાડ્યા હતા. આ ચોરોને પકડવા ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હતા. પકડાયેલા ચોરોની વાત કરવામાં આવે તો સાત ચોરો પૈકી એકનાથ ઉર્ફે કૈલાશ રાઠોડ, પ્રભાકર પવાર, સુનિલ સિંધે, ચિરંજીવી રમેશ સિંધેને દબોચી લીધા હતા અને બાકીના ત્રણ ચોરો ત્યાંથી ભાગી છુટ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.