ETV Bharat / state

નવસારી-વિજલપોર શહેરમાં રાત્રી કરફ્યુની અમલવારી શરૂ

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રાત્રી કરફ્યુ અંગે લોકોમાં ઘણી અસમંજસ ઉભી થઈ હતી. નવસારીમાં કરફ્યુના પ્રથમ દિવસે રાતે નોકરીયાત વર્ગ મોટા પ્રમાણમાં જોવા મળ્યો હતો. કરફ્યુના પહેલા દિવસે પોલીસે થોડી ઢીલાશ વર્તીને નોકરી પરથી આવેલા લોકોને સમજાવી જવા દીધા હતા.

author img

By

Published : Apr 29, 2021, 12:29 PM IST

lockdown
નવસારી-વિજલપોર શહેરમાં રાત્રી કરફ્યુની અમલવારી શરૂ
  • પ્રથમ દિવસે નોકરીએથી મોડા આવનારા લોકોને પોલીસે સમજાવીને ઘરે મોકલ્યા
  • રાત્રી કરફ્યુ દરમિયાન રીક્ષાઓની અવર જવર મુદ્દે અસમંજસ
  • રાત્રી કરફ્યુના પ્રથમ બે કલાકમાં હોસ્પિટલ આવવા જવાવાળાની સંખ્યા પણ વધારે

નવસારી : જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને જોતા રાજ્ય સરકાર દ્વારા રાતે 8 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ લગાવ્યુ છે. કરફ્યુના પ્રથમ દિવસે પોલીસે અમલવારીમાં થોડી ઢીલાશ રાખી હતી. જેમાં શરૂઆતના બે કલાકમાં નવસારી-વિજલપોર શહેરમાં નોકરીએથી મોડા આવેલા લોકો તેમજ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાઓની અવરજવર વધુ જોવા મળી હતી. જોકે પોલીસે તમામને સમજાવીને જવા દીધા હતા, જ્યારે જાહેરનામાનો ભંગ કરનારાઓને પકડીને તેમની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

શહેરમાં પ્રથમ દિવસે પોલીસે રાખી થોડી ઢીલાશ

નવસારી જિલ્લામાં દિવસે દિવસે વિકરાળ બનતા કોરોનાની સાંકળને તોડવા માટે જ્યાં તાલુકાઓ સ્વૈચ્છીક લોકડાઉન પાળી રહ્યા છે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યના મહાનગરો સાથે 29 નગરપાલિકા વિસ્તારને રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ લાદી દીધો છે. જેમાં બુધવારથી નવસારીમાં પણ રાત્રી કરફ્યુનો આરંભ થયો છે. જેમાં રાત્રે 8 વાગ્યા પહેલાથી જ જિલ્લા પોલીસ દ્વારા નવસારી-વિજલપોર શહેરના પ્રવેશદ્વારો અને અલગ-અલગ પોઈન્ટો ઉપર બેરીકેટર્સ મુકવાની વ્યવસ્થા ગોઠવી, પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. શહેરમાં ચાર પોલીસ મથક વિસ્તારમાં PI, PSI. સાથે કેટલાક પોઇન્ટ પર નાયબ પોલીસ વડાએ મોનીટરીંગ પણ કર્યુ હતું. જ્યારે જિલ્લા પોલીસ વડા પણ LCB અને એસઓજીના કાફલા સાથે શહેરમાં નીકળ્યા હતા અને કરફ્યુની અમલવારી સંદર્ભે નિરીક્ષણ કર્યુ હતુ.

આ પણ વાંચો : ભાવનગર શહેરમાં 15 દિવસમાં 50 લાખનો માસ્કનો દંડ વસૂલાયો

પ્રથમ દિવસે અનેક નોકરિયાતો પડ્યા મોડા

નવસારી વિજલપોર શહેરમાં રાત્રી કરફ્યુના પ્રથમ દિવસે સુરતથી આવતા નોકરિયાતો મોડા પડ્યા હતા. જેમને પોલીસ પોલીસ દ્વારા સમજાવીને જવા દેવામાં આવ્યા હતા. જ્યારે ઘણા લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ પોતાના સંબંધીઓને ટિફિન આપવા કે દવા કે અન્ય કોઇ કારણોસર નીકળ્યા હતા. ઘણા રિક્ષાચાલકો કરફ્યુ દરમિયાન પણ કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરી બેથી વધુ મુસાફરો સાથે નીકળ્યા હતા. જેમને પોલીસે અટકાવી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેથી મુસાફરોને ચાલતા જવું પડ્યું હતુ. કરફ્યુના પ્રથમ દિવસે ઘણા લોકોએ પોલીસ સાથે જીભાજોડી પણ કરી હતી, પરંતુ પ્રથમ દિવસ હોવાથી પોલીસે તમામને સમજાવીને છોડ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.