ભારે વરસાદે નવસારી શહેરની લોકમાતાને ભયજનક સપાટીએ મૂકી દેતા નીચાણવાળા વિસ્તાર ગણાતા ભેંસતખાડામાં ફરી નદીના પાણી ફરી વળ્યાં છે. જેને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ઘરો અને મંદિરોમાં પાણી આવતા લોકો એલર્ટ થયા છે.
નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદીને 21 ફૂટે વહેતી થઈ છે. જો કે, 23 ફૂટ ભયજનક છે. પરંતુ વહીવટી તંત્રએ સાયરન વગાડીને લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ કરવામાં આવી છે. શહેરના ભેસ્તખાડા શાંતદેવી રૂસતમવાડી, મહાવીર સોસાયટી, ગધેવાન, રંગુનનગર હિદયાત નગર મીઠીલા નગરી અને પૂર્ણાંનદીના કાંઠેના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.