દક્ષિણ ગુજરાત સહીત સમગ્ર રાજ્યમાં વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. રાજ્યમાં મેહૂલો ગઈ કાલ રાતથી મન મૂકી વર્ષી રહ્યો છે. બંગાળની ખાડીમાં ડીપ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાત સહીત સમગ્ર રાજ્યમાં મેઘમેહેર થઈ હતી. આ સાથે ખેડૂતોમાં પણ ખુશીનો મોહાલ જોવા મળ્યો હતો. વરસાદના કારણે ઉપરવાસમાં ભારે વરસાદથી નવસારી જિલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીમાં નવા નીરના વધામણાં થયા છે.
ત્યારે જિલ્લાની નદીઓની સ્થિતિ પર નજર કરીએ તો પૂર્ણા નદીની જળ સપાટી 10 ફુટ, કાવેરી નદીની જળ સપાટી પણ 10 ફુટ થઈ છે.જિલ્લામાં આવેલા કેલ્યા ડેમની જળ સપાટી 106,00 મીટર તથા ઓવરફ્લો સપાટી 113,40 મીટર છે. તો જુજ ડેમમાં જળ સપાટી 159,20 મીટર અને ઓવરફ્લો સપાટી 167,50 મીટર છે.
- નવસારી જિલ્લામાં તાલુકા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલ કુલ વરસાદ
સવારે 6 વાગ્યા સુધીનો વરસાદના આંકડા
જલાલપોર : 86 mm
નવસારી : 74 mm
ગણદેવી : 19 mm
ચીખલી : 100 mm
વાંસદા : 180 mm
ખેરગામ : 80 mm