વરસાદે વિરામ લેતાં નવસારીમાં ભંયકર રોગચાળો ફેલાયો છે. જિલ્લામાં 45 ડેન્ગ્યુના કેસ મળી આવ્યા છે. તો બીલીમોરા શહેરમાં ડેન્ગ્યુ 12 શંકાસ્પદ કેસોમાંથી 3 કેસ પોઝિટીવ આવતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે.
થોડા દિવસ અગાઉ જિલ્લામાં ભારે વરસાદ હતો. ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે મચ્છરોનો ઉપદ્રપવ વધતાં જીવલેણ રોગો ફાટી નીકળ્યા હતા. એટલે નગરપાલિકા અને આરોગ્ય તંત્રએ બીલીમોરા શહેરના માછીવાડ,વાડિયાશિપ યાર્ડ, બંદર રોડ, વખાર ફળીયા, પટેલ ફળિયા અને પીર ફળિયા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં સર્વે કરી જંતુનાશક દવાનો છંટકાવ કર્યો હતો. તેમજ ક્લોરીનની ટીકડીનું વિતરણ કરીને જરૂરિયાતમંદોને દૉક્ષીસાયક્લીન અને પેરાસીટમલ જેવી દવા આપી હતી.