નવસારી: ગુજરાત વિધાનસભાની ચૂ્ંટણીનું(gujarat legislative assembly 2022) 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન યોજાનાર(The first phase of voting) છે. નવસારી જિલ્લાની ચાર વિધાનસભા પૈકી તમામ વિધાનસભાઓમાં રીસીવિંગ તેમજ ડિસ્પેચિંગ સ્ટાફની તમામ તૈયારીઓને આખરી ઓપ(Finalize all preparations of receiving as well as dispatching staff) આપી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા મોટાભાગની ચૂંટણીલક્ષી તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. તમામ સ્ટ્રોંગ રૂમથી મતદાન મથક સુધી ફાળવેલી બસ દ્વારા EVM(Electronic Voting Machine) પહોચાડવામાં આવી રહ્યા છે.
તૈયારીઓને આખરી ઓપ: આ સાથે સમગ્ર નવસારી જિલ્લાના 708 જેટલા સ્થળોએ 1147 પોલિંગ સ્ટેશનો પર તમામ કામગીરી યોજાશે. 84 સંવેદનશીલ મતદાન મથકો સાથે જિલ્લાની તમામ 4 વિધાનસભા વિસ્તારમાં 7-7 સખી પોલિંગ સ્ટેશન હશે. જેમાં તમામ બહેનો ફરજ બજાવશે અને 1-1 મથક તમામ તાલુકામાં PWD વોટર્સ માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઇ છે. મતદાન દરમ્યાન 80 વર્ષથી ઉપરના અને PWD મતદારો મળી 35,840 મતદારો પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરશે. 1147 મતદાન મથકોમાં 1814 VVPAT મશીનોની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે.
શાંતિમય માહોલમાં મતદાનની અપીલ: આગામી 8 તરીખે ગાંધી એન્જીનીયરીંગ કોલેજ ભૂતસાડ ખાતે સમગ્ર જિલ્લાની મતગણતરી થશે. આ ઉપરાંત આચારસંહિતાની કડક અમલવારી માટેની ટિમો બનાવી અને ચૂંટણી લક્ષી જો કોઈ ગેરરીતિ થતી હોય તો તેને માટે નમ્બર પણ જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણીલક્ષી 16 પ્રકારના જાહેરનામા બહાર પાડી તંત્ર ચૂંટણીની કામગીરીમાં જોતરાયું છે. નવસારી જિલ્લામાં શાંતિમય રીતે મતદાન થાય તેના માટે જિલ્લા પોલીસ તંત્ર પણ કામે લાગ્યું છે.
મતદારોની સંખ્યા: નવસારીના જલાલપોર 174 વિધાનસભામાં કુલ 2,36,117 મતદાર, નવસારી 175 વિધાનસભામાં 2,49,970 મતદારો, ગણદેવી 176 વિધાનસભા વિસ્તારમાં 2,92,628 મતદારો અને વાંસદા 177 વિધાનસભા વિસ્તારમાં કુલ 2,99,545 મળી સમગ્ર નવસારી જિલ્લામાં 10,78,260 જેટલા મતદારો નવસારી જિલ્લામાં નોંધાયા છે.