તેમજ નજીકમાં આવેલા અન્ય સરકારી આવાસોની પણ જર્જરિત અવસ્થામાં જોવા મળી રહ્યાં છે. દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં વરસેલા વરસાદના કારણે ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો છે, પરંતુ નવસારીના કબીલપોર ખાતે વરસાદ વૃદ્ધા માટે આફતરૂપ નિવડ્યો હતો. નવસારીના જર્જરિત ઇન્દિરા અને સરદાર આવાસો નવસારી જિલ્લાના લોકો માટે ખતરારૂપ બની ગયા છે. જેમાં કબીલપોરમાં વરસાદ વરસતા સરકારી આવાસમાં રહેતા વૃદ્ધા પોતાના ઘરમાં સૂતા હતા. તે દરમિયાન સરકારી આવાસની છત ધરાશાયી થતા વૃદ્ધાને ઇજાઓ પહોંચી હતી.
તો નવસારી સહિતના પંથકમાં વરસાદના પગલે જિલ્લામાં આવેલા કબીલપોર ગામે જર્જરિત આવસ તૂટી પડતા આવાસમાં જ રહેતા એક વૃદ્ધાને મૂંઢ માર વાગ્યો હતો. તો જિલ્લામાં સરદાર અને ઇન્દિરા આવાસોનું સમારકામ ન કરાતા આવાસના ઘર ધરાશાયી થવાના બનવાનો પણ બની રહ્યા છે.