ETV Bharat / state

Navsari News : નવસારીમાં ગેસ લીકેજથી 40થી વધુને અસર, ગ્રામ પંચાયતની નોટિસ અવગણીને ફેક્ટરીએ શરૂ કર્યો પ્લાન્ટ - બિલિમોરા વહીવટી તંત્ર

નવસારીની હરસિદ્ધિ આઈસ ફેક્ટરીમાં (Navsari Harsiddhi Ice Factory ) મોડી રાત્રે ગેસ લીકેજ થતાં 40થી વધુ લોકોને અસર થઈ હતી. ગ્રામ પંચાયતે ફેક્ટરીને નોટિસ પણ આવી હતી. જોકે, આ નોટિસને અવગણીને સંચાલકે ફેક્ટરી શરૂ કરતાં આ ઘટના (Gas Leakage in Navsari ) બની હતી.

Gas Leakage: ગેસ લીકેજથી 40થી વધુને અસર, ગ્રામ પંચાયતની નોટિસ અવગણીને ફેક્ટરીએ શરૂ કર્યો પ્લાન્ટ

author img

By

Published : Feb 4, 2023, 3:17 PM IST

તંત્ર દોડતું થયું

નવસારીઃ જિલ્લામાં બિલિમોરા બિલિમોરા સરદાર માર્કેટ વિસ્તારમાં આવેલી હરસિદ્ધિ આઈસ ફેક્ટરીમાં ગત રાત્રે એમોનિયા ગેસ લીકેજ થયો હતો. તેના કારણે ઊંઘમાં રહેલા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતાં તંત્ર દોડતું થયું છે. ફેક્ટરીના સંચાલકે ગ્રામ પંચાયતની નોટીસ અવગણી સાંજે ફરી વાર પ્લાન્ટ શરૂ કરતા ફરી એક વખત ગેસ લીકેજની ઘટના સામે આવી છે.

આ પણ વાંચો Surat Gas Leakage: સુરતમાં ગેસ લીકેજ થતા 14 વર્ષની કિશોરીનું મોત, ચાર ગંભીર

શ્વાસ લેવામાં તકલીફ થઈઃ મળતી માહિતી અનુસાર, ગત રાત્રે 2 વાગ્યે બિલિમોરાના દેવસર વિસ્તારમાં આવેલી હરસિદ્ધિ આઈસ ફેક્ટરીમાં ગેસ લીકેજના કારણે અમોનિયા ગેસ લોકોને ગુંગળામણ થતી હતી. એટલે તમામને સારવાર અર્થે ખસેડાયા હતા. રહેણાંક વિસ્તારમાં સક્ષમ અધિકારીની ચકાસણી જ્યાં સુધી ન થાય ત્યાં સુધી પ્લાન્ટ શરૂ ન કરવાની લઈને નોટિસ આપી હતી. તેમ છતા કંપનીના સંચાલક પ્રકાશ ભોગાયતા દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ફરી વાર ચેડાં કરતા હોય તેવી રીતે સાંજે કથિત રીતે સાફસફાઈ માટે પ્લાન્ટ શરૂ કરતાં ફરી વાર ગેસ લીકેજ થયો હતો અને કેટલીક મહિલાઓને શ્વાસોશ્વાસમાં તકલીફ ઊભી થઈ હોવાની માહિતી મળી છે.

પોલીસે રહેણાક ખાલી કરાવ્યાઃ સરદાર માર્કેટ વિસ્તારમાં હરસિદ્ધિ નામની આઈસ ફેક્ટરી રહેણાંક વિસ્તારમાં કાર્યરત્ છે, જેમાં ગતરાત્રે એમોનિયા ગેસ લીકેજ થયો હતો. આ ઘટનાની જાણ બિલિમોરા ફાયર વિભાગના અધિકારીઓને થતા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક પોલીસે ફેક્ટરીની આસપાસ આવેલા 40 જેટલા રહેણાંક વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યા હતા.

એક વડીલની હાલત ગંભીરઃ ગેસ લીકેજના કારણે 40થી વધુ લોકોને અસર થતાં તાત્કાલિક લોકો નીચે દોડી આવ્યા હતા. તેમ જ 2 વડીલોને વધુ શ્વાસ લેવામાં તકલીફ પડતા એકને બિલિમોરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ICUમાં ખસેડવામાં આવ્યા છે. તો અન્ય એક વડીલને ગણદેવી ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાઈ રહી છે, જ્યાં એમની હાલત સ્થિર જોવા મળી રહી છે.

તંત્ર એલર્ટઃ ગેસ લીકેજની ઘટનાને પગલે બિલિમોરા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું હતું અને ઘટનાની ગંભીરતાને જોતા તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ફેક્ટરીના ઇન્સ્પેક્શન માટે ખાસ વલસાડથી ટીમને પણ બોલાવવામાં આવી છે. આ ટીમ ઘટના અંગે પોતાનો રિપોર્ટ રજૂ કરશે. હાલ પ્રાથમિક માહિતી અનુસાર રહેણાંક વિસ્તારમાં ચાલતી ફેક્ટરી જોખમી હોવાનું ચર્ચાઓ રહ્યું છે. રહેણાંક વિસ્તારમાં ચાલતી આઈસ ફેક્ટરીને લઈને હાલ તાલુકા વિકાસ અધિકારીએ ફેક્ટરીને સીલ કરવાના આદેશ આપ્યા છે. જ્યાં સુધી કોઈ ઘટના ન બને ત્યાં સુધી તંત્રનું પેટનું પાણી હાલતું નથી. આજની ઘટનામાં સમયસર સારવાર મળતાં અસરગ્રસ્તો જોખમમાંથી બહાર આવ્યા છે, પરંતુ તંત્ર દ્વારા ગેસ લીકેજના મૂળ સુધી જઈને જવાબદારી સામે કાર્યવાહી જરૂર બની છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.