નવસારી : અંગ્રેજ સરકાર દ્વારા મીઠા પર લાદવામાં આવેલા આકરા કરના વિરોધમાં વર્ષ 1930માં અમદાવાદના સાબરમતીથી નવસારીના દાંડીના દરિયા કિનારા સુધી દાંડી કૂચ કરી હતી. મહાત્માનો મીઠાનો સત્યાગ્રહ ઇતિહાસમાં ભારતની આઝાદીના પ્રવેશ દ્વાર તરીકે પણ ઓળખાય છે. મહાત્મા ગાંધીજીએ 6 એપ્રિલના રોજ ચપટી મીઠું ઉંચકી અંગ્રેજી સલ્તનતના પાયામાં લૂણો લગાડ્યો હતો. દાંડી કૂચને આજે 90 વર્ષ પૂર્ણ થયા છે. જો કે, હજારો પ્રવાસીઓથી ઉભરાતું રાષ્ટ્રીય મીઠાના સત્યાગ્રહ સ્મારક આજે સોમવારે સુમસામ રહ્યું હતું. દર વર્ષે દાંડી કૂચ અને મહાત્માના વિચારોને જન માનસમાં જીવંત રાખવા માટે યોજાતી પ્રતિકાત્મક દાંડી યાત્રા અને પ્રાર્થના સભા સહિતના કાર્યક્રમો પણ કોરોના મહામારીને કારણે રદ્દ રખાયા હતા.
ઐતિહાસિક દાંડી સ્થિત રાષ્ટ્રીય મીઠાના સત્યાગ્રહ સ્મારકને કરાયું સેનેટાઇઝ - દાંડી કોરોના ન્યૂઝ
ભારતની આઝાદીમાં પાયાનો પથ્થર સાબિત થયેલી મીઠાના સત્યાગ્રહની દાંડી કૂચને આજે 90 વર્ષ પૂર્ણ થયા છે. દાંડી કૂચ લોકોના સ્મૃતિપટ પર જીવંત રહે અને ગાંધી વિચારનો ફેલાવો થાય એ હેતુથી પ્રતિકાત્મક યોજાતી દાંડી યાત્રા રદ્દ રખાઈ હતી. જ્યારે સોમવારે દાંડી ગ્રામ પંચાયત દ્વારા સમગ્ર રાષ્ટ્રીય સ્મારકને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને રાખી સેનેટાઇઝ કરવામાં આવ્યુ હતું.