નવસારી : ચીખલી તાલુકાના વાંઝણા ગામે ઘણા સમયથી સરકારી પ્રાથમિક શાળા કાર્યરત છે. સાથે અહીં કન્યા છાત્રાલય પણ ચાલતી હોય આ કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીનીઓ અહીં જ રહી પોતાનો અભ્યાસ કરતી હોય છે. તેથી તેઓને માટે રેગ્યુલર ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે. ગઈકાલે સાંજે વિદ્યાર્થીનીઓએ ભોજન કર્યા બાદ થોડા સમયમાં 50 જેટલી વિદ્યાર્થીઓને ઉલટીની સમસ્યા થઇ હતી.
14 વિદ્યાર્થીનીઓને દાખલ કરવી પડી : વિદ્યાર્થીનીઓની તબિયત બગડતાં શાળાના સંચાલક દ્વારા તમામ વિદ્યાર્થીનીઓને તાત્કાલિક ટાંકલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર સારવાર અર્થે 108 બોલાવી ખસેડવામાં આવી હતી આ 50 વિદ્યાર્થીઓમાંથી 14 વિદ્યાર્થીનીઓને વધુ તબિયત લથડતા એડમિટ કરવામાં આવી હતી બાકી વિદ્યાર્થીનીઓને પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી હતી.
આ પણ વાંચો Bhavnagar Food Poisoning : સિહોરમાં લગ્ન માણવા આવેલા લોકો બન્યા હોસ્પિટલના મહેમાન
આદિવાસી બાળકો માટે છાત્રાલય : નવસારી જિલ્લામાં ચીખલી વાંસદા ખેરગામ મોટી સંખ્યામાં આદિવાસી વિસ્તાર ધરાવતો હોય અહીં સરકાર દ્વારા બાળકોને ભણવા માટે કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલય અલગ અલગ તાલુકાઓમાં કાર્યરત છે. અહીં આદિવાસી બાળકો છાત્રાલયમાં રહી પોતાનો અભ્યાસ સારી રીતે કરી શકે તે માટે સરકારે તેઓના માટે વ્યવસ્થા કરી આપે છે. અહીં એ લોકોને રહેવાનું બે ટાઈમનું ભોજન નાસ્તો વગેરેની વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે. તેથી મોટી સંખ્યામાં આદિવાસી બાળકો અહીં એડમિશન લઈ ભણવા માટે આવતા હોય છે.
ગઇકાલ રાત્રે ભોજન લીધું હતું : ચીખલી તાલુકાના વાંદરા ગામે પણ ટૂંક સમય અગાઉ કન્યા છાત્રાલયની મંજૂરી મળ્યા બાદ આદિવાસી વિસ્તારની 50 જેટલી આદિવાસી બાળકીઓને એડમિશન આપવામાં આવ્યું હતું. પરંતુ છાત્રાલયનું કામ કાર્યરત હોય તેથી આ વિદ્યાર્થીનીઓને વાંઝણા ગામમાં જ આવેલા પ્રાથમિક શાળાના હોલમાં વ્યવસ્થા કરી આપવામાં આવી હતી અને અહીં જ પોતાનો અભ્યાસ કરી રહી છે. ગઈકાલે સાંજનો નાસ્તો કર્યા બાદ આ વિદ્યાર્થીનીઓએ રાત્રિનું ભોજન રેગ્યુલર સમય પ્રમાણે લીધું હતું.
આ પણ વાંચો શું ફૂડ પોઈઝનિંગ લાંબા ગાળાની બીમારીનું કારણ બની શકે છે?
ટાંકલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર : આ ભોજનમાં ખીચડી જુવારના રોટલા અને ચણાની દાળનું ભોજન કર્યું હતું. ભોજન કર્યાના થોડા સમય બાદ 8 થી 10 વિદ્યાર્થીનીઓને પેટમાં દુખાવો અને ઉલટીની શરૂઆત થતાં વિદ્યાર્થીનીઓએ આચાર્યને જાણ કરતાં આચાર્ય એ પણ ગામ આગેવાનોને તાત્કાલિક બોલાવી તેઓની મદદથી 108 એમ્બ્યુલન્સની મદદ લઈ ટાંકલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આ તમામ બાળકીઓને લઈ જવામાં આવી હતી. થોડા સમય બાદ બીજી બાળકીઓને પણ આવી જ ફરિયાદ ઉઠતા તેઓને પણ બીજા વાહનોની સગવડ લઈ ટાંકલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર લઈ જવામાં આવી હતી અને તેઓની પ્રાથમિક સારવાર શરૂ કરી દેવામાં આવી હતી.
ભોજનના સેમ્પલ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કાર્યવાહી કરશે : સમગ્ર ઘટનાની જાણ જિલ્લાના આરોગ્ય વિભાગને થતા જ આરોગ્ય વિભાગની ટીમ તેમજ અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ચીખલી મામલતદાર તથા પોલીસ અધિકારી ટાંકલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર પહોંચી ગયા હતા. આ તમામ વિદ્યાર્થીનીઓને તાત્કાલિક સારવાર મળતા 36 જેટલી વિદ્યાર્થીનીઓને નોર્મલ જણાતા તેઓને ખાનગી વાહન મારફતે ફરી છાત્રાલયમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ 14 વિદ્યાર્થીનીઓને તબિયતમાં સુધારો ના થતા આ વિદ્યાર્થીનીઓને એડમિટ કરવામાં આવી હતી અને તેઓની સારવારને લઈને સામૂહિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ પણ ખડે પગે થઈ ગયો હતો. આ વિદ્યાર્થીનીઓએ સાંજે લીધેલા ભોજનના સેમ્પલ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા લઈને રિપોર્ટને આધારે આગળની કાર્યવાહી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કરવામાં આવશે.
યોગ્ય તપાસ કરવામાં આવશે : ચીખલીના પ્રાંત અધિકારી અમિત ચૌધરી જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે બાળકીઓને તાત્કાલિક સારવાર આપી દેવામાં આવતા અત્યારે 36 વિદ્યાર્થીનીઓ નોર્મલ જણાતા તેઓને રજા આપી દેવામાં આવી છે. બાકીના 14 વિદ્યાર્થીનીઓને વધુ અસર જણાતાં તેઓને વધુ ટ્રીટમેન્ટ માટે દાખલ કરવામાં આવી છે અને અમારી તાલુકાની મેડિકલ ટીમ સતત તેઓની સાથે રહેશે અને કયા કારણોસર આ વિદ્યાર્થીનીઓને આ સમસ્યા ઉપજી તે તપાસનો વિષય છે તેથી આની યોગ્ય તપાસ કરવામાં આવશે.