ETV Bharat / state

ડાંગરના ટેકાના ભાવથી ખેડૂતોમાં આનંદ પરંતુ ખરીદીના નિયમો સામે રોષ - Supply department

ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેથી નવસારી જિલ્લામાં ડાંગર પકવતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. પરંતુ ડાંગર ખરીદવા માટેના સરકારી નિયમોની સામે ખેડૂતોમાં રોષ વ્યાપી રહ્યો છે.

paddy
રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવશે
author img

By

Published : Oct 22, 2020, 10:35 PM IST

  • રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવશે
  • સરકાર દ્વારા એક હેક્ટરે વધુમાં વધુ 2380 કિલો ડાંગરની ખરીદી કરવામાં આવશે
  • ટેકાના ભાવે ડાંગરની ખરીદી માટે 29 ઓક્ટોબર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી

નવસારીઃ જિલ્લામાં અંદાજે 70 હજાર હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર કરાયું છે. ખેડૂતો ડાંગરનો પાક સહકારી મંડળીઓ તેમજ જિલ્લામાં આવેલી પૌઆ મિલોમાં વેંચતા આવ્યા છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી ઓછો વરસાદ અથવા અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવી પડી હતી. જો કે, આ વર્ષે ગુજરાત સરકારના પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવાની જાહેરાત કરાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. પરંતુ ટેકાના ભાવે ડાંગરની ખરીદી માટેના નિયમોને કારણે ખેડૂતોની ચિંતા વધી છે.

paddy
રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવશે
paddy
રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવશે

ડાંગરની ટેકાના ભાવે ખરીદી માટેના સરકારી નિયમો અંગે ખેડૂતોમાં રોષ

સરકાર દ્વારા એક હેક્ટરે વધુમાં વધુ 2380 કિલો ડાંગરની ખરીદી કરવામાં આવશે, જેથી જો ખેડૂત પાસે એના કરતા વધુ ડાંગરનો પાક હશે તો એને બીજી જગ્યાએ વેચવાની વ્યવસ્થા કરવી પડશે. સાથે જ ડાંગરને ગોડાઉન સુધી કોથળાઓમાં નહીં પણ ખૂલ્લું લઈ જવાનો નિયમ છે. હાલ વરસાદી માહોલ છે અને ખેડૂતો ડાંગરને ખૂલ્લું લઇ જાય તો પલળી જવાનો ડર રહે છે.

એ-1 કક્ષાના ડાંગરના ભાવ પ્રતિ કવીંટલ 1888 રૂપિયા અને સેકન્ડ ક્વોલિટીના 1868 રૂપિયા સરકાર દ્વારા નક્કી કરાયા

નવસારી જિલ્લા પુરવઠા વિભાગના નવસારી, જલાલપોર, બીલીમોરા, ચીખલી અને વાંસદા સ્થિત સરકારી ગોડાઉનોમાં ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવશે. જેમાં એ 1 કક્ષાના ડાંગરના પ્રતિ કવીંટલ 1888 રૂપિયા અને સેકન્ડ ક્વોલિટીના 1868 રૂપિયા સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓનલાઈન રજીસ્ટ્રેશન અથવા સીધા ગોડાઉન ઉપર જઈ ખેડૂત ડાંગર વેચી શકશે.

આ વર્ષે જાહેર કરવામાં આવેલા ડાંગરના ટેકાના ભાવ ગત વર્ષો કરતા સારા

ડાંગરની ટેકાના ભાવે ખરીદી માટેના સરકારી નિયમો અંગેની ખેડૂતોની સમસ્યા ETV ભારતે પુરવઠા અધિકારીને જણાવતા તેમણે સરકારમાંથી માર્ગદર્શન માંગવાની વાત કરી ખેડૂતોને મદદરૂપ થવાની તૈયારી દર્શાવી હતી. ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે જાહેર કરવામાં આવેલા ડાંગરના ટેકાના ભાવ ગત વર્ષો કરતા સારા હોવાથી ખેડૂતો પુરવઠા નિગમના ગોડાઉનોમાં ડાંગર આપવાની તૈયારી કરી રહ્યા છે. જેના માટે 29 ઓક્ટોબર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.

ડાંગરના ટેકાના ભાવથી ખેડૂતોમાં આનંદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.